Gujarat

વેરાવળ ની શાન્તિધામ સોસાયટી માં બિરાજમાન નીલકંઠ મહાદેવ મંદિરે સોમવાર નિમિતે દીપમાળા યોજાઈ.

વેરાવળ ની શાન્તિધામ સોસાયટી માં નીલકંઠ મહાદેવ નું મંદિર આવેલું છે.અહીં શ્રiવણ માસ દરમ્યાન મહાદેવ ને દૂધ નો અભિછેક અને બીલીપત્ર ધરવામાં આવે છે. પુરા માસ દરમ્યાન સવાર સાંજ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.આજરોજ મહિના નો છેલ્લો સોમવાર હોવાથી અહીંયા પણ સવાર થી ભક્તો ની ભીડ જોવા મળતી હોય છે.આજની દીપમાળા ની મહાઆરતી માં પણ મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉમટી પડી દર્શન નો લ્હાવો લીધેલ હતો તેમજ
શાપર-વેરાવળ ના દરેક શિવ મંદિરો માં સવાર થીજ ભોળાનાથ ને રીજવવા પૂજા અર્ચના વગેરે કરવામાં આવી જેમાં ભોળાનાથ ને અદભુત શણગાર પણ કરાયો હતો.તેમજ મંદિર પરિસર પણ હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. જેમાં આં મંદિર પરિસર માં રામજી મંદિર તેમજ શીતળા માતાજી મંદિર તેમજ શનિ દેવનું મંદિર સહીત આવેલું છે. અહીંયા દીપમાળા માં દર  શ્રiવણ માસ સોમવાર ની દીપમાળા માં સોસાયટી ના રહીશો તેમજ આજુબાજુ સોસાયટી ના લોકો પણ ખાસ ઉપસ્થિત રહેતા હોય છે. જેમાં શાન્તિધામ સોસાયટી ના ગ્રામ પંચાયત ના સદસ્ય મનીષાબેન સંચાણીયા તેમજ અનિરુદ્ધસિંહ વાધેલા સહીત ના સોસાયટી ના રહીશો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ (રાજકોટ)

1661232238210.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *