સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તા. ૦૫/૦૭/૨૦૨૨ થી તા. ૧૯/૦૭/૨૦૨૨ સુધી યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રીજા દિવસે એટલે કે તા. ૦૭/૦૭/૨૦૨૨ના રોજ રથ નં. ૧ સવારે સંખેડા તાલુકાના ૨૨- જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ઠ પરવેટા, ધરોલી, કલેડીયા, કુંડીયા, લુણાદ્રા, વાસણા અને સિંહાદામાં પરિભ્રમણ કરશે. બપોર બાદ આ રથ યાત્રા ૨૨-પરવેટા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ઠ અન્ય ગામો જેવા કે ભાટપુર, લાછરસ, સારંગપુર, રાયસિંગપુરા, કાણાકુવા, કુબેરપુરા અને વાઘેથા ગામે પરિભ્રમણ કરશે. પરવેટા ગામે રથના રોકાણ દરમિયાન લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાત્રિસભા યોજવામાં આવશે.
રથ નં. ૨ના નિયત થયેલા કાર્યક્રમ મુજબ તા. ૦૭/૦૭/૨૦૨૨ના રોજ સવારે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ વિસ્તારમાં પરિભ્રમણ કરશે એમ આયોજકો તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
