Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં વીજવાયરો ઝાડ સાથે અથડાઈ ને બળી રહ્યાં છે પણ તંત્ર દ્વારા કોઈ પગલાં હજુ લેવાતા નથી. જીઇબી ની બેદરકારી સામે આવી

વીજતંત્ર સામે લોકોના અનેક સવાલો ઉભા થયા.
છોટાઉદેપુર જિલ્લામાં વિજ તંત્રની બેદરકારીનો સિલસિલો યથાવત રહ્યો છે તેમાંજ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના કસ્બા પિકઅપ સ્ટેન્ડ ઉપર વીજવાયરો ઝાડ સાથે અથડાઈ ને બળી રહ્યાં છે, ચોમાસાના પાણીથી ઝાડ પલળીને વધુ જ્વલંત દેખાઈ રહ્યાં છે, પણ તંત્ર દ્વારા કોઇ પગલાં હજુ લેવાયા નથી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર કસ્બા પિકઅપ સ્ટેન્ડ પર  વીજવાયરો એકદમ જે છેલ્લા કેટલાય સમયથી ઝાડ સાથે ભળી ગયા છે, જો કોઈપણ વ્યક્તિ નીચે થી પસાર થાય તો કઈ અજુગતું ઘટી શકે એમ છે, આ જગ્યાએ રોજના અનેક લોકો મુસાફરી માટે ઉભા રહે છે, અને વાહનો નો પાર્કીંગ પણ ૨૪ કલાક જોવા મળે છે, હજી તો વરસાદની શરૂઆત થઇ છે, જો ભારે પવન સાથે વરસાદ પડે તો અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે.
આ ઝુલતા વાયરો થી કોઇ અકસ્માત થશે તો જવાબદાર કોણ? ક્યારે થશે કામ ?
આમ અનેક સવાલો પ્રજાજનોમાં ઉભા થઇ રહ્યા છે .
કોઇ મોટી દુર્ઘટના બને એ પહેલા જીઈબી ના કર્મચારીઓ સ્થળ પર આવીને અને રીપેરીંગ કરે તેમ લોક માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220619-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *