આજે જાગનાથ મંદિર છોટાઉદેપુર ખાતે 40 ગામ વણકર સમાજ છોટાઉદેપુર દ્વારા ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો. જેમાં
સમાજના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ ડોક્ટર વકીલ , રાષ્ટ્રીય કક્ષાએ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ રમતવીરો સૌનું સમાજના વડીલો દ્વારા રોકડ પુરસ્કાર, સન્માન પત્ર અને સિલ્ડ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને
જેમાં SSC તથા HSC ના કુલ 60 તારલાઓનું સમાજના વડીલો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . જેમાં મોટી સંખ્યામાં વણકર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


