દેશની આઝાદીને પંચોતેર વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે.
દેશના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ અને રાજયના દરેક ઘર, દરેક સરકારી તેમજ ખાનગી એકમો, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, દુકાનો, ઓદ્યોગિક એકમો ખાતે ધ્વજારોહણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રભાવના વધુને વધુ બળવત્તર બને તથા દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટેુ ગર્વની લાગણી જન્મે તથા દશેપ્રેમ વધે તેવા આશયથી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં પણ આગામી તા. ૧૩ થી ૧૫મી, ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની રાહબરી નીચે યોજાશે. જિલ્લા કલેકટર દ્વારા સમયાંતરે બેઠક યોજીને હર તિરંગા કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે એ માટે વહીવટીતંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને ૫૪ હજાર રાષ્ટ્ર ધ્વજની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત છોટાઉદેપુર જીલ્લાની એકમાત્ર નરગપાલિકા છોટાઉદેપુરને દસ હજાર રાષ્ટ્રધ્વજ ફાળવવામાં આવ્યા છે.
હર ઘર તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના દરેક ઘર, દરેક સરકારી તેમજ ખાનગી એકમો, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, દુકાનો, ઓદ્યોગિક એકમો ખાતે તેમજ નગરપાલિકાની મિલકતો સહિત જિલ્લાના મહત્તમ નાગરિકોને તિરંગો ફરકાવવા માટે જિલ્લા કલેકટર તરફથી અનુરોધ કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
