Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ૧૪૮ દિવસ બાદ કોરોનાની એન્ટ્રી બોડેલી તાલુકાનો યુવાન સંક્રમિત

છોટાઉદેપુર જિલ્લા સહિત દેશ વિદેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. કોરોના વાયરસે સેંકડો લોકોના ભોગ લીધા છે. જેનો ડર આજે પણ પ્રજામાં યથાવત છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ તા ૨૮/૭ના રોજ કોરોના એ ૧૪૮ દિવસ પછી એન્ટ્રી મારી છે. જિલ્લાના બોડેલી તાલુકાનો ચાદણ ગામનો ૩૪ વર્ષનો યુવાન કોરોના સંક્રમિત થયો હતો. તેમ
 જિલ્લા આરોગ્ય શાખા તરફથી જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા દિવસો પછી કોરોના એ પણ પેસારોર્યો છે. જિલ્લાના ૬ તાલુકાઓ પૈકી બોડેલી તાલુકાના ચાંદણ ગામનો યુવાન કોરોના સંકમિત થયો હતો. જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. આવનારા દિવસોમાં કોરોના સંક્ર્મણ વધુ ફેલાય નહીં એ હેતુથી પ્રજાએ સાવચેત રેહવાની જરૂર છે. જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઇ ચૌધરીએ જિલ્લા વાસીઓને અપીલ કરી
છે કે કોરોના થી રક્ષણ મેળવવા માસ્ક, સેનિટાઈઝર, તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવુંહિતાવહ રહેશે. જિલ્લા આરોગ્ય ખાતા તરફથી તા ૨૮ ના રોજ સમગ્ર જિલ્લા માંધી ૧૦૪૬ જેટલા કોરોના ચકાસણી અર્થેના એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક કેસ સરકારી ચોપડે પોઝિટિવ નોંધાયો છે. જ્યારે આજરોજ ૧૦૬૯ જેટલા સેમ્પલ કોરોના ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *