આવેદન પત્ર માં જણાવેલ હતું કે ખેડુતો ને 3 લાખ સુધીની પાક ધિરાણ લોન જીરો ટકા વ્યાજે આપવાનો પરિપત્ર હોવા છતાં ખેડૂતો પાસે થી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા 7 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું છે જે પરત આપવા બાબતે આવેદન આપવમાં આવ્યું ખેડૂતો ને આપવામાં આવતી પાક ધિરાણ લોન 3 લાખ સુધી જીરો ટકા વ્યાજે ખાપવાનો સરકારે પરિપત્ર કરેલ છે. તેમ છતાં રાષ્ટ્રીય કૃત બેંકો માં દરેક ખેડૂત પાસે થી ગયા વર્ષે 7% લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું છે. જે હજુ સુધી ખેડૂતોને રિફંડ મળ્યું નથી. બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે. બેંક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે ખેડૂતોને આપી શકીએ નહિ. લોકો અને સરકારના મિસ મેનેજમેન્ટના કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેંકોમાં ફસાયેલા છે જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવે તેવી માંગ કરી હતી ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


