છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજી લહેરમાં કોરોનાનો પગ પસારો તો થયો છે પરંતુ કોરોનાના કેસ નહિવત નોંધાતા લોકોમાં રાહત વર્તાય વર્તાય રહી હતી. અને પ્રજામાં જે બીજી લહેરમાં ગભરાટનો માહોલ જોવા મળી આવતો હતો તે સામાન્ય હતો. પરંતુ આજરોજ મળી આવતા એક સાથે ત્રણ તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીને પણ કોરોના પોઝિટિવ થતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી જવા પામેલ છે. જોકે આજદિન સુધી ત્રીજી લહેરમાં મૃત્યુઆંક નોંધાયા નથી. તથા નિષ્ણાંતોના મતે સમચસર સારવાર મળતાં દર્દી સાજો થઈ જાય છે. જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર માં ૨૧ જેટલા કેસો નોંધાયા છે. જેમાં વર્તમાન સ્થિતિએ ૧૦ જેટલા કેસ એક્ટિવ હાલતમાં છે. છતાં કોરોનાના કેસોને સાવ સામાન્ય ના માનીને ગંભીરતા વર્તવી થતી અતિઆવશ્યક છે. અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા તેમજ રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા વારંવાર અપીલ કરવામાં આવે છે. જેને પ્રજાજનો દ્વારા સહકાર અપાય તે ખૂબ જરૂરી બનવા પામે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
