Gujarat

જેતપુરમાં સસ્તા અનાજના લાયસન્સ અપાવવાની લાલચ આપીને  ર૧.૩૧ લાખની છેતરપીંડી જેતપુર તાલુકાના ઉમરાળીમાં રહેતા ચેતન ટીંબડીયાએ જેતપુર સીટી મથકે નોંધાવી ફરિયાદ

ઉમરાળી ગામે રહેતા ચેતનભાઇ ટીંબડીયા સહિત ત્રણ લોકોને જુદા-જુદા લાયસન્સ અપાવી દેવાનું કહી મામલતદાર ઓફીસમાં કામ કરું છું તેવું કઈ શખ્સે રૂ. ર૧.૩૧ લાખ લઇ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગત અનુસાર તાલુકાના ઉમરાળી ગામે રહેતા ચેતનભાઈ કરશનભાઈ ટીંબડીયાએ જાતે-પટેલ ઉ.વ.32 નોંધાવેલ ફરિયાદ મુજબ ઉમરાળી ગામના બકુલભાઈ કેશુભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ અનુસાર કમલેશભાઇ નરશીભાઇ ઠુમ્મરને સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ તથા માલ સામાન ખાંડ, તેલ, ઘઉં, ચોખા, કેરોસીન, તુવેર દાળ, નમક(મીઠું) વિગેરે માલની ડિપોઝીટ પેટે તેમજ  મનુભાઇ વાઘાભાઇ પંચાસરાને સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ તથા માલ સામાન ખાંડ, તેલ, ઘઉં, ચોખા, કેરોસીન, તુવેર દાળ, નમક(મીઠું) વિગેરે માલની ડિપોઝીટ પેટે તથા ખાણ ખનીજ બેલાની ખાણનું લાયસન્સ તેમજ મેવાસા ગામે કાકરીનો ભરડીયાનું લાયસન્સ અપાવી દેવાની વાતો કરી વિશ્વાસમાં લઇ ડીપોજીટ પેટે ફરીયાદી તથા સાહેદો પાસેથી અલગ અલગ તારીખ સમયમાં જેમાં ફરીયાદી પાસેથી કુલ રૂા.૫,૦૫,૫૦૦/- તથા સાહેદ મનુભાઇ વાઘાભાઇ પંચાસરા પાસે કુલ રૂ.૧૧,૫૮,૫૦૦/- તથા સાહેદ કમલેશભાઇ નરશીભાઇ ઠુમ્મર પાસેથી કુલ ૫.૪,૬૭,૯૪૦/- એમ કુલ રૂ.૨૧,૩૧,૯૪૦/- લઇ તેઓને આ રકમ સ્વીકારેલ અંગેની ખોટી બનાવટી પહોચો તથા ચલણ બનાવી આ ખરી પહોચ તથા ચલણ હોવાનું જણાવી, તેઓને આપી તેઓની સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી બાદમાં પોતે છેતરાયા હોવાનું માલુમ પડેતા શહેર પોલીસે બકુલ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસમાં ચોરી અને છેતરપિંડીના બન્ને ગુનાઓ 21 લાખના નોંધાતા અરેરાટી વ્યાપી ગઈ છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220118-WA0172.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *