Gujarat

છોટાઉદેપુર જીલ્લા માંથી નવમી તારીખ ના રોજ  શિક્ષકો સહિત અન્ય 3000 ઉપરાંત કર્મચારીઓ પ્રતીક ધરણાના કાર્યક્રમમાં જોડાશે

શિક્ષકોના હક અને અધિકાર માટે સતત પ્રયત્નશીલ લડત આપતા સંગઠન રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજ રોજ  ઓનલાઇન સંકલન બેઠકનું આયોજન તા-9/05/2022  ના સત્યાગ્રહ છાવણી ખાતે ના પ્રતીક   ધરણા કાર્યક્રમ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહેવા માટે 3,000 શિક્ષકો ને હાજર રાખવાનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે તે મુજબ તમામ તાલુકમાંથી હાજર રહેવા.અને જૂની પેન્શન યોજના અમલમાં આવે તે માટે લડતમાં સહકાર આપવા નું નક્કી થયું,સદર બેઠક માં તાલુકા સંઘ ના પ્રમુખ ,મંત્રી ,જિલ્લા સંઘ ના પ્રમુખ ,મહામંત્રી,રાજ્ય સંઘ ના ઉપ પ્રમુખ જોડાયા હતા.કોઈ પણ સંજોગોમાં તારીખ -9/05/2022 ના રોજ કાર્યક્રમ સફળ બનાવવા જિલ્લા સંઘ અને તાલુકા સંઘ હોદેદારો,ગ્રુપ શાળા વાઈઝ આયોજન કરવા નું નક્કી થયું. છોટાઉદેપુર જિલ્લામાં થી ખુબ મોટી સંખ્યામાં શિક્ષકો અને અન્ય સંવર્ગના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે નવમી તારીખે પ્રતીક ધરણાના કાર્યક્રમમાં જોડાશે અને જૂની પેન્શન યોજના અમલીકરણ માટે હુંકાર  ભરશે એવો આશાવાદ *છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંઘના પ્રમુખ શ્રી રમણભાઈ રાઠવાએ કર્યો હતો*… આ પહેલા પાછલા વર્ષોમાં પણ જૂની પેન્શન યોજના માટે સતત લડત આપી છે અને ચાલુ વર્ષે પણ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને હવે રાજ્ય કક્ષાએ જલદ કાર્યક્રમો આપી જૂની પેન્શન યોજના અમલીકરણ કરવા માટે સંયુક્ત કર્મચારી મોરચા ના નેતૃત્વમાં આ લડત લડવા માં છોટાઉદેપુર જીલ્લા કક્ષાએ આ માટે તમામ કર્મચારી મંડળના પ્રમુખશ્રીઓ સાથે ની મીટીંગ નું આયોજન કરી લેવામાં આવ્યું છે અને વ્યવસ્થાઓ પણ કરી લેવામાં આવી છે ખુબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓ નવમી તારીખ ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે કોઈ પણ પરિસ્થિતિ અને પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે રહીને પણ પ્રતીક ધરણાના કાર્યક્રમમાં હાજરી આપશે.. કર્મચારીના હક અને અધિકાર માટેની લડત છે જૂની પેન્શન યોજના માટે કદાપિ પણ પીછેહઠ કરવામાં નહીં આવે તેઓ અડગ નિર્ધાર કર્યો છે જૂની પેન્શન યોજના મેળવીને જંપીશું   તેમ તેઓએ જણાવ્યું હતું     ..  …..અભી નહિ તો કભી નહિ

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *