Gujarat

છોટાઉદેપુર તાલુકાના નાલેજ  સિંચાઈ તળાવ અને હરવાટ સિંચાઈ તળાવ ખેડૂતોને લાભ નથી મળતો તે અંગે છોટાઉદેપુર કોંગ્રેસ સાથે છોટાઉદેપુર ઇન્ચાર્જ કલેક્ટર અને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંહ ને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુર તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચ શ્રી ઓ સાથે ગામના આગેવાનો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર તાલુકાના જિલ્લા પંચાયત હેઠળ 4- સિંચાઈ તળાવો આવેલા છે જેમાં નાલેજ પીપલેજ હરવાટ ઝેર તથા જામલી (ડો) મા સિંચાઇ તળાવો સરકાર શ્રી દ્વારા ખેતી માટે સિંચાઇ અને કુવા બોર રિચાર્જ તથા પશુપાલન થાય અને દૂધનું ઉત્પાદન થાય એ માટે ૪૦ થી ૪૫ વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા આ સિંચાઈ તળાવ માં ખેતી માટે પાણી થી જથ્થો પુરતો છે પરંતુ કાચી કેનાલો કુવાના સ્તક્ચર તૂટેલી હાલતમાં છે જેથી ખેતી માટે સિંચાઈનું પાણી મળતું નથી તે પાણી મળે તે અંગે છોટાઉદેપુર ઇન્ચાર્જ કલેકટર અને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંહ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જો તેમને આ રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો તેમને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રાજેશ ભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જીલ્લા પંચાયત વિરોધ  પક્ષના નેતા નગીન ભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220228-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *