ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે જે.પી.મેવાડા ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓેને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી છોટાઉદેપુર જીલ્લામાં નોંધાયેલ અનડીટેક ઘરફોડ ચોરીઓના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સમજ કરેલ જે અનુંસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી છોટાઉદેપુર નાઓને બાતમી હકીકત મળેલ કે સુરખેડાથી છોટાઉદેપુર તરફ એક ઇસમ ચોરીની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ લઇ આવે છે. જે બાબતે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ૧૧૧૮૪૦૦૨૨૨૦૯૧૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૪૫૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડોનબોસ્કો સ્કુલ સામે વોચ નાકાબંધી કરી વર્ણન મુજબના ઇસમને ચોરીના મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત ચોરીના ગુના બાબતે પુછપરછ કરતા ચોરી કરેલાની કબુલાત કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ અનડીટેકટ ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ડીટેકટ કરી ચોરીમા ગયેલ તમામ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. પકડાયેલ ઇસમને સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થૅ છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


