Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં રંગપુર નાકા સામેથી એક વેગેનાર ગાડી સાથે કિ.રૂ.૨,૩૪,૩૦૦-/નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડવામાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને મળી સફળતા

 છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના કાયદાનો ચુસ્તપણે અમલ કરવા સારૂ તેમજ પ્રોહી બુટલેગરોની ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા અટકાવવા સારૂ છોટાઉદેપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.કાટકડ નાઓ સાથે સંકલનમાં રહી વધુમાં વધુ પ્રોહી રેઇડો કરવા તેમજ વાહન ચેકીંગ અને નાકાબંધી કરી હકિકતો મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હતી.જે અનુસંધાને આજરોજ અમોને બાતમી મળેલ એક વેગેનાર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુર થઇ વડોદરા તરફ જનાર છે તેવી હકીકત આધારે અમો તથા પોલીસ સ્ટાફના માણસો અ.પો.કો ઉનડભાઇ રામભાઇ બ.નં.૧૬૦ તથા આ.પો.કો કલ્પેશભાઇ દશરથભાઇ બ.નં.૨૭૪ તથા અ.પો.કો નરેન્દ્રભાઇ લીમસીંગભાઇ બ.નં.૩૬૮ નાઓ છોટાઉદેપુર રંગપુર નાકા સામે રોડ ઉપર વાહન ચેકીંગમાં ગોઠવાઇ ગયેલા અને વાહન ચેકીંગ દરમ્યાન બાતમી હકીકત મુજબની વેગેનાર ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી તેમાં બેઠેલ વેગેનાર ગાડી ચાલકને પકડી પાડી વેગેનાર ગાડી નં.GJ 01 HQ 9688 માં પાછળના ભાગે તથા વચ્ચેની સીટ નીચે તપાસ કરતા ભારતીય બનાવટની માઉન્ટ ૬૦૦૦ ફાઇન સુપર સ્ટ્રોગ ૫૦૦ મી.લીના ટીન બિયર ભરેલ પુઠાના બોક્ષ જણાય
આવતા વેગેનાર ગાડી ચાલકનું નામ-ઠામ પુછતા સિધ્ધાર્થભાઇ અરવિંદભાઇ શાહ
રહે.કલસરીયાપરા ખોડીયાર મંદીર સામે તા.જી.ભાવનગર નો હોવાનુ જણાવેલ અને
વેગેનાર ગાડી તથા મુદામામલ ઝડપી પાડવામાં આવ્યો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220226-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *