Gujarat

જંગલ જમીનને લઈ છોટાઉદેપુર વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ, વન વિભાગે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું

છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા ગામે જંગલ જમીનને લઈ વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ગઈકાલે પલાન્ટેશન કામગીરી કરવા પહોંચેલા વન વિભાગના કર્મચારીઓને ગ્રામજનોએ કામગીરી કરતા અટકાવી વિરોધ કર્યો, જેને લઈ આજે મોટી સંખ્યામાં વન અધિકારીઓ અને કર્મચારીઓ ગોંદરિયા ગામે જઈ કામગીરી કરવા લાગ્યા પરંતુ સામે પણ મહિલાઓ સહિત સમગ્ર ગામ ઘટના સ્થળે પહોંચી વિરોધ કરતાં ઘર્ષણ સર્જાયું હતું અને વન વિભાગે ટોળાને વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરીગ પણ કર્યું છે. વન વિભાગ મુજબ જમીન જંગલની છે અને તેના ઉપર કોઈ ખેડાણ થયું નથી કે કોઈએ આ જમીનનો હક્ક દાવો પણ કર્યો નથી પરંતુ ગ્રામજનો ખોટા આશયથી વિરોધ કરી જમીન ઉપર કબજો જમાવવા માંગે છે. તો બીજીતરફ ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી તેઓ આ જમીન ખેડે છે અને આજે વન વિભાગે તેમના ઉપર લાઠી ચાર્જ કર્યો , જેની રજુઆત લઈ ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જો કે વન વિભાગે સરકારી કામમાં અડચણ અને સરકારી સંસાધનોને નુકશાન કર્યા અંગે પોલીસ મથકમાં ફરિયાદ કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220615-183340_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *