વિક્રમ સાખટ રાજુલા
સરકાર સરકાર શ્રી ની અનેક યોજનાઓ અંતર્ગત તલાટી અનિયમિતતા બાબત સરપંચ શ્રી નો હુંકાર.
આર્થિક રીતે પછાત મજૂર વર્ગ ની બહોળી વસ્તી ધરાવતું એવું નાગેશ્રી ગામ માં તલાટી નિયમિત ન હોય જે એક સમસ્યા..
મામલતદાર સાહેબ શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી જાફરાબાદ ને અનેકવાર રજૂઆત કરવા છતાં સંતોષકારક જવાબ આવ્યો નથી
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ ૬૦વર્ષ જુનુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એસ.સી.) તારીખ (૧૭/૦૫/૨૦૨૧)ના રોજ આવેલ તૈકતે વાવાઝોડામાં સંપૂર્ણ નાશ પામેલ છે તેથી (પી.એસ.સી) ગામમાં આવેલ કમ્યુનિટી હોલ માં સ્થળાંતરિત કરેલ છે આ કેન્દ્રમાં સ્ટાફ પૂરતા અને કાર્યનિષ્ઠ છે આ કેન્દ્ર હેઠળ કુલ ૧૮ ગામના લોકો આરોગ્ય કેન્દ્રની સેવાઓ લઈ રહ્યા છે બિલ્ડીંગ ન હોવાને લીધે આરોગ્ય સેવાઓ જાળવવામાં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તથા હા કેન્દ્ર સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલ હોય આવનાર રોડ અકસ્માતો ને ઇમરજન્સી સારવાર ની જરૂર પડે છે પરંતુ એ સેવાઓ સંતોષકારક મળી શકતી નથી તો આ તકે કેન્દ્રનું બિલ્ડીંગ તત્કાલ બંને તેવી લોક માંગણી ઉઠવા પામેલ છે તો વહેલી તકે તેનું બિલ્ડીંગ બંને એવી સરકાર શ્રી ને નમ્ર વિનંતી
છેલ્લા ઘણા સમયથી કાર્ય થયેલ નેશનલ હાઈવે સાઇડથી નાગેશ્રી ગામમાં લોકો માટે સર્વિસ રોડ ની તાત્કાલિક જરૂર હોય અને એકસીડન્ટ નો ભોગ પ્રજા બને તે પહેલા સરકારે જાગવાની જરૂર છે કરવા આ પ્રશ્નનો ઉકેલ ના આવે તો સરપંચ શ્રી ના જણાવ્યા પ્રમાણે તો ગાંધી સિંધિયા માર્ગ જાન આંદોલન કરવામાં આવશે.
ગામમાં એસ.ટી બસ સ્ટેશન ન હોવાથી આવેલા વૃદ્ધો અને બિમાર લોકો ને બે એક કિલોમીટર સુધી ચાલવું પડે છે


