આસુરી શક્તિનો નાશ અને સત્યનો વિજય એટલે હોલિકા દહન….ભારત વર્ષમાં આજના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે આજે છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે શ્રદ્ધાભેર હોલિકા દહન કરવામાં આવ્યું, છોટાઉદેપુર નગરની એસ એફ હાઈસ્કૂલ પાછળના ભાગે પંચની જેને સરકારી હોળી પણ કહેવામાં આવે છે તે નગરમાં સૌ પ્રથમ જિલ્લાના ઉચ્ચ અધિકારી અથવા પદાધિકારી દ્વારા પ્રગટાવવામાં આવે છે,ત્યારે આજે રાજ્યના આદિજાતિ નિગમના ડિરેક્ટર જશુભાઈ રાઠવાએ પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવી હોળીની શુભકામનાઓ પાઠવી હતી જ્યારે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ વર્ષોની પરંપરા મુજબ સતત 35 માં વર્ષે પણ પોતાના પરિવાર સાથે પૂજા આરતી કરી રાજવી ફતેસિંહજી ના બાવલા પાસે ની રજવાડી હોળી પ્રગટાવી કૃતજ્ઞતા અનુભવી હતી અને આદિવાસી સમાજ સહિત રાજ્યના લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


