Gujarat

જામનગર રમત સંકુલ ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટનુ લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

 

 

જામનગર તા.૧૯જૂન, શહેરના અજીતસિંહજી પેવેલિયન પાસે આવેલ જામનગર રમત સંકુલ ખાતે રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ સ્વિમિંગ પુલ તથા તથા બાસ્કેટબોલ કોર્ટનુ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએલોકાર્પણ કર્યુ હતુ.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમા જ સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈ પણ જાહેરાત વિના જ જામનગરના નાગરિકોને રાજ્ય સરકારે આપેલી આ સરપ્રાઈઝ ભેટ છે. યુવાનો રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને જામનગર તથા દેશનુ નામ વૈશ્વિક સ્તરે રોશન કરે તેવી આ પ્રસંગે મંત્રીશ્રીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી.

 

રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે લોકાર્પિત થયેલ સ્વિમિંગ પુલમાં ૨૫ X ૧૨.૫ મીટરનો હશે જેમા કોચ રૂમ, મહિલા અને પુરૂષ ચેન્જ રૂમ, હેન્ડીકેપ રૂમ, કિચન એરીયા વિથ ડાઈનિંગ રૂમતેમજ પંપ રૂમની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. તથા બાસ્કેટબોલ કોર્ટ૨૮X ૧૫ મીટરનુ નિર્મિત કરવામાં આવ્યું છે.

 

આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ચનિયારા,શ્રી ભરતભાઈ બોઘરા, જિલ્લા પ્રભારશ્રી અભયસિંહ ચૌહાણ, ડે. મેયરશ્રી તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી મનિષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતા.

DSC_0148.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *