Gujarat

જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ‘વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત બેઠક યોજાઈ

‘વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત જિલ્લા કક્ષાના રૂ. ૩૭.૨૩ કરોડ, વેરાવળ પ્રાંત કક્ષાના રૂ. ૧૧.૪૮૮ કરોડ અને ઉના પ્રાંત કક્ષાના રૂ.૯.૪૫ કરોડના થશે લોકાર્પણ/ખાતમૂહૂર્ત
 ગિરગઢડા
 ભરત ગંગદેવ
સરકારશ્રી દ્વારા રાજયમાં તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ જિલ્લા તથા પ્રાંત કક્ષાના લોકાર્પણ/ખાતમૂહર્ત અંગે “વિશ્વાસથી વિકાસ યાત્રા’નું આયોજન થનાર છે. જે દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ/ખાતમૂહૂર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમની ઉજવણી થશે. ગીર સોમનાથમાં પણ આ કાર્યક્રમના સુચારૂ અને સફળ આયોજન માટે સભાખંડ, પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને બેઠકનંટ આયોજન થયું હતું.
“વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને વેરાવળમાં તથા સાંસદ શ્રી રમેશભાઈ ધડુકના અધ્યક્ષ સ્થાને ઉના ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના રૂ. ૩૭.૨૩ કરોડ, વેરાવળ પ્રાંત કક્ષાના રૂ. ૧૧.૪૮૮ કરોડ અને ઉના પ્રાંત કક્ષાના રૂ.૯.૪૫ કરોડના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કામો આવરી લેવાશે.
ઉપરાંત રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં “વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉજવાશે. આ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ અને ઉના પ્રાંત ખાતે ૧ કરોડ સુધીના અનુક્રમે કુલ ૪૮૩ તેમજ ૩૭૨ લોકાર્પણ/ખાતમૂહૂર્તના કામો આવરી લેવામાં આવશે.

IMG-20220910-WA0380.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *