Gujarat

 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલ દ્વારા જિલ્લા કક્ષાનો  પર્યાવરણ પ્રયોગશાળા શાળાકીય પ્રવૃત્તિ વર્કશોપનુ આયોજન ભિલોડ પ્રાથમિક શાળા તાલુકો – ઘોઘંબા ખાતે કરવામાં આવ્યું 

જેનું સંપૂર્ણ આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,પંચમહાલના સિનિયર લેક્ચરર શ્રી ઉમેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.વર્કશોપમાં ભરૂચ ડાયટના લેક્ચરર ડો.જતીનભાઈ મોદી દ્વારા પર્યાવરણ પ્રયોગશાળાની માહિતી આપવામાં આવી હતી.તેમજ  તજજ્ઞની ભૂમિકા રાણા મિનેષકુમાર, નીતિનભાઈ થોરાટ અને ચિરાગભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.વર્કશોપમા પંચમહાલ જિલ્લાના દરેક તાલુકા માંથી આઠ શિક્ષકમિત્રોને બોલાવી તેમને પર્યાવરણ પ્રયોગશાળા વિશેની માહિતી આપવામાં આવી હતી.સાથે સાથે વર્ષ દરમિયાન શાળામાં કરવાની પ્રવૃતિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ એ આવેલ તમામ મહેમાનોનું પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આવેલ તમામ શિક્ષકોને સરગવાના રોપા ભેટ આપવામાં આવ્યા હતા.ઘોઘંબા તાલુકાના બી.આર. સી.કો. પી.જી.સોલંકી સાહેબ દ્વારા વર્ગની મુલાકાત કરવામાં આવી હતી અને વર્કશોપના વિષયની ચર્ચા કરી હતી.વર્કશોપના બીજા દિવસે માલવ પ્રાથમિક શાળા ,મલાવ કૃપાલુ સમાધિ મંદિર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની  મુલાકાત કરાવવામાં આવી હતી.કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ શ્રીમતિ કનકલતાબેન અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખેતી અને પશુ પાલન  વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર આયોજન ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

IMG-20220909-WA0130.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *