વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના રાષ્ટ્રીય સંયોજક એવા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે ધરપકડ કરી છે તેના જોરદાર પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ ધરપકડના વિરોધમાં ઠેર-ઠેર થી સરકારને આવેદનપત્રો પઠવાઇ રહ્યા છે. દલિતોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે ગેરબંધારણીય રીતે થયેલી ધરપકડ ને લોકો રાજકારણમાં ખપાવી રહ્યા છે ને ભાજપ રાજકારણ રમે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
આજરોજ માણાવદર તાલુકા કોંગ્રેસે પણ આ ધરપકડનો વિરોધ કરી સ્થાનિક મામલતદાર મારફત રાજયપાલને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી છે તે ગેરબંધારણીય રીતે કરી છે સી.આર.પી.સી.ની કલમ ૫૦(એ) મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ વિશેની જાણકારી આપવી જોઈએ જે નથી અપાઈ
ભારતના બંધારણ મુજબ ભારતના કોઈપણ ધારાસભ્યની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે તો જે તે રાજ્યની વિધાનસભાની પૂર્વ મંજુરી લીધા બાદ જ ધરપકડ થઈ શકે. પરંતુ આ કિસ્સામાં એવું નથી થયું અંતે તેમને જણાવ્યું છે કે જીગ્નેશ મેવાણી ને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને ગુજરાત પોલીસ તથા આસામ પોલીસ દલિત સમાજની માફી માંગે એમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અરવિંદભાઈ લાડાણી, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ઝાટકિયા, બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ વગેરે જણાવ્યું છે
તસ્વીર – અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

