Gujarat

જીરા પ્રાથમિક શાળાના સાર્ધ શતાપ્દી મહોત્સવમાં કેન્દ્રીય રાજ્યમંત્રી  પરશોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિ માતૃભાષામાં શિક્ષણ-પુસ્તકાલય-પુસ્તકો આપણી કેળવણીના પ્રાણ હોવા જોઈએ: કેન્દ્રીય રાજ્યમંત્રી પરશોતમ  રૂપાલા  

ભરત ગંગદેવ.

કેન્દ્રીય રાજ્યમંત્રી  પરશોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આવેલી જીરા પ્રાથમિક શાળાના દોઢસો વર્ષની ઉજવણી નિમિત્તે ‘સાર્ધ શતાપ્દી’ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અત્યાર સુધી શિક્ષણ આપનારા ૩૩ ગુરુજનોનું સન્માન કરી અને ગુરૂવંદના પણ કરવામાં આવી હતી. જીરા સાર્ધ શતાપ્દી મહોત્સવ સમિતિ અને જીરા જન જાગૃતિ સુરત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગામની શાળામાંથી અભ્યાસ કરી અને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને જીરાના ગૌરવસમાંમહાનુભાવોનું, સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.
          આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય રાજ્યમંત્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતુ કે, બાળકોને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ. આપણે બાળકોને કોઈ પણ ભાષા શીખવાડીએ પરંતુ માતૃભાષા અચૂક શીખવાડવી જોઈએ. માતૃભાષા, પુસ્તકાલય અને પુસ્તકો આપણી કેળવણીના પ્રાણ હોવા જોઈએ. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી  પરશોતમભાઈ રૂપાલાએ નવી શિક્ષણ નીતિ અને તેમાં પણ ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક વિચારોને રજૂ કર્યા હતા. તેઓશ્રીએ વધુમાં કહ્યુ કે, શિક્ષણ માટે અન્ય ભાષા જરુરી છે એટલી જ માતૃભાષા પણ અનિવાર્ય છે. પોતાનું ઉદાહરણ ટાંકતા તેમણે ગુજરાતી ભાષાની કેળવણીને શ્રેય આપ્યો હતો અને કહ્યુ કે, શિક્ષકથી કેન્દ્રીય રાજ્યમંત્રી સુધીની સફર માતૃભાષાની કેળવણીના લીધે ક્યાંય પણ અટકી હોય તેવું બન્યું નથી ઉલટાનું માતૃભાષામાં મળેલા શિક્ષણે તેમના ઘડતરમાં મોટું યોગદાન આપ્યું છે.
      મંત્રી  પરશોતમભાઈએ આ કાર્યક્રમના આયોજન બદલ આયોજકો, ગામનાં પૂર્વ શિક્ષકો, આચાર્યો, માતાઓ-બહેનો અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ગામનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, સંતો, પદાધિકારીઓ અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.
                            (2)
જીરા પ્રાથમિક શાળાના સાર્ધ શતાપ્દી મહોત્સવમાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ
શાળાના સાર્ધ શતાપ્દી મહોત્સવ નિમિત્તે નવસારીના સાંસદ  સી.આર.પાટીલ, અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા સહિતના પદાધિકારી  ઓ ઉપસ્થિત રહ્યા
                            (2)
 રાજ્યના શિક્ષણંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામની શાળાનો ‘સાર્ધ શતાપ્દી મહોત્સવ’ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણીના હસ્તે નવનિર્મિત શાળાનો લોકાર્પણ પ્રસંગ યોજાયો હતો. કાર્યક્રમમાં જીરા ગામના પ્રબુદ્ધ નાગરિકો જેમણે દેશમાં ખ્યાતિ મેળવી છે તેમને ‘ગૌરવ પુરસ્કાર’ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ગામનાં રહેવાસીઓના સહયોગથી વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
         આ કાર્યક્રમને સંબોધન કરતા શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં નાગરિકોનો ફાળો કેવો હોવો જોઈએ તેનું ઉદાહરણ આજે જીરા ગામના રહેવાસીઓએ આપ્યું છે. શિક્ષણમંત્રીશ્રીએ આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઈ શાહના નેતૃત્વમાં થઈ રહેલા દેશા વિકાસ અને નેતૃત્વના ગુણોના ઉદાહરણ આપ્યા હતા. આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવને ટાંકતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, રાજ્યમાં અનેકગામ એવાં છે જ્યાં જાગૃત્ત સમાજના કારણે ગામે એકઠા થઈને શાળા માટે ખૂબ મદદ કરી છે. હું આવાં ગામોને અને શાળાને પણ અભિનંદન આપું છું. આ તકે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શિક્ષણ ક્ષેત્રે થયેલા કાર્યોને યાદ કર્યા હતા.
        કાર્યક્રમનને સંબોધતા નવસારીના સાંસદ  સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે, શિક્ષણનું કાર્ય હોય અને આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય ત્યારે શિક્ષણ માટે લોકોમાં જાગૃત્તિ આવી છે એ સ્પષ્ટ છે. કાર્યક્રમમાં સાંસદ  સી.આર.પાટીલે, જીરાના વિકાસ માટે દાન આપનારા દાતાશ્રીઓને તેમના શિક્ષણ માટેના ઉમદા કાર્યને બિરદાવ્યા હતા. આ સાથે જ તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના, બેટી બચાવો બેટી પઢાવો, કન્યા કેળવણી સહિતના મુદ્દાઓ પર રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે વિગતે વાત કરી તે યોજનાનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા અપીલ કરી હતી.
       આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા,  કાળુભાઈ વિરાણી, ગામના આગેવાનો, આયોજકો, શાળા પરિવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા……
                          (3)
અમરેલી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો અનેરો ઉત્સાહ
વિકાસયાત્રા દરમિયાન યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો
 ભરત ગંગદેવ.
વંદે ગુજરાત વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ, નાગેશ્રી પ્રાથમિક શાળા, દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માલસીકા પ્રાથમિક શાળા સહિતના સ્થળો પર પ્રભાતફેરી અને યોગાસન કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રાથમિક શાળાના બાળકો પ્રભાતફેરી અને યોગાસન કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિકાસરથના આગમન પૂર્વે ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શહેરી અને ગ્રામ્યકક્ષાએ ‘વિકાસોત્સવ-૨૦’ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
                             (4)
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે અમરેલીના લાપળીયામાં સુપોષણ કીટનું વિતરણ
 ભરત ગંગદેવ.
કેન્દ્રીય રાજ્યમંત્ર પરશોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે અમરેલી જિલ્લાના લાપળીયા ગામે સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મદદ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘એક કદમ સુપોષણ કી ઓર’ અભિયાન અંતર્ગત આજે લાપળીયા ગામે બહેનોને પોષણ કીટના બીજા રાઉન્ડમાં આવતી સુપોષણ કીટ આપવામાં આવી હતી. સ્વસ્થ સમાજના નિર્માણ માટે સ્વસ્થ માતા અને સ્વસ્થ માતા માટે સુપોષણ જરૂરી હોવાથી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં અમરેલી જિલ્લામાં મંત્રી  ના માર્ગદર્શનમાં મદદ ટ્રસ્ટ પણ ભાગ લઈ રહ્યુ છે. કાર્યક્રમમાં ગામના સરપંચ  સહિતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
                            (5)
જિલ્લામાં તા.૨૩ સુધી બી.એલ.ઓ દ્વારા ઘરે – ઘરે ચૂંટણી ઓળખ કાર્ડ અભિયાન
લોકશાહીના પર્વમાં જાગૃત્ત મતદાર તરીકે જોડાવા માટે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ
  ભરત ગંગદેવ.
 રાજ્ય મુખ્ય નિર્વાચિન અધિકારી દ્વારા તહેવારની સાથે સાથે મતદાર તરીકે નોંધણી કરાવી અને લોકશાહીના પર્વમાં જાગૃત્ત મતદાર તરીકે જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આથી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી જિલ્લાના નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપી સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કામગીરીના અનુસંધાને જિલ્લામાં તા.૨૩ જુલાઈ સુધી ઘરે ચૂંટણી ઓળખ કાર્ડ વેરિફિફિકેશન કાર્યક્રમ યોજાશે. જેમાં બી.એલ.ઓશ્રી દ્વારા નાગરિકોના ઘરે – ઘરે આવી તમારા ચૂંટણી ઓળખ કાર્ડ અંગેની વિગતો પૂછવામાં આવશે, તે ઉપરાંત તે વિગતોમાં નાગરિકોને જરૂર હશે તે ફેરફાર પણ કરી આપવામાં સહયોગ પૂરો પાડવામાં આવશે. મતદારોને આ કાર્યમાં સહભાગી થઈને જરૂરી માહિતી તેમજ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. અમરેલી શહેર અને જિલ્લામાં આ અનુસંધાને કામગીરી કાર્યરત હોવાથી મતદારોને સહભાગી થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

MALSIKA-DHARI-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *