વત્સલાબહેન દવે
સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ સંકલિત બાળવિકાસ યોજના અધિકારી મહાનગપાલિકાનાં પોગ્રામ ઓફિસર વત્સલાબહેન અને સંકલિત બાળવિકાસ યોજના અધિકારીશ્રી ગીતાબહેન વણપરીયા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જૂનાગઢ મહાનગપાલિકાનાં મેયરશ્રી ગીતાબહેન પરમાર અને સ્થાયી સમિતિનાં ચેરમેન હરેશભાઈ પરસાણા અને સમાજ કલ્યાણ સમિતિના વાલાભાઈ આમછેડાની વિશેષ ઉપસ્થિતિમાં સગર્ભા બહેનો અને સંકલિત બાળવિકાસ યોજનાના લાભાર્થીઓને સત્નપાન વિશેની દ્વષ્યશાવક યંત્ર દ્વારા સમજણ સાથેની માહિતીઓ આપવામાં આવી હતી.
ઓગષ્ટ 1990માં who યુનિસેફ અને અન્ય સંગઠનો દ્વારા સ્તનપાન રક્ષા અને પ્રચાર અને સમર્થન આપવા વિશ્વ સ્તનપાન સપ્તાહ માટેની થીમ તૈયાર કરવામાં આવી હતી અને વર્ષ 1992 માં પ્રથમ વખત વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સરકાર તરફથી મળતા પૂરક પોષણ માટેના માતૃશક્તિ માંથી વિવિધ વાનગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું અને સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાન અંગે જાગ્રુત રહેવા અને યોગ્ય વાતવરણ માટેની સપથ લેવાડાવામાં આવી હતી. સ્તનપાનને પોષણ કેળવણી અને સહયોગ થીમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ખાસ કરીને 181 અભિયમ અને સખી વન સ્ટોપના કર્મચારીઓ દ્વારા મહીલાઓને મળતી સલામતી અને સુરક્ષા બાબતની કાયદાકીય મળતી મદદ માટે માર્ગદર્શન આપી સુરક્ષિત રહેવા માટે પણ જણાવામાં આવ્યુ હતુ.
સ્તનપાનથી બાળકને પોષણ સાથે રોગપ્રતિકારક શક્તિતો વધે જ છે અને માતાને પણ સ્તન કેન્સર અને ટાઇપ 2 ડાયાબિટીસ અને હ્રદયરોગનું પણ જોખમ ઓછું થવાના પણ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.
ત્યારે જૂનાગઢ શહેરમાં મહાનગપાલિકા icss શાખા દ્વારા મહિલાઓમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુદ્રિકાબહેન, ભાવનાબહેન તેમજ રેખાબહેન સહિતના તમામ સ્ટાફનાં લોકોએ સાથે મળીને જેહમત ઊઠાવી હતી.
સાગર નિર્મળ
જૂનાગઢ

