Gujarat

   જૂનાગઢ આરટીઓ દ્રારા  નવી સીરીઝ GJ-11CK  માટેના ગોલ્ડન સિલ્વર સહિતના તમામ નંબરો માટે હરાજી યોજાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢ કાર્યક્ષેત્રના તમામ વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, કચેરીમા મોટરસાઇકલ ટુ-વ્હીલમાં નંબરોની લગતી હાલની સીરિઝ  GJ-11-CJ ટૂંક સમયમાં પૂરી થનાર છે.  નવી સીરિઝ  GJ-11-CK તા.૧૪/૦૭/૨૦૨૨ના રોજ ખોલવામાં આવનાર છે.

આ હરાજીમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન તા.૮/૦૭/૨૦૨૨   બપોર ૪ કલાક થી શરૂ થશે, રજીસ્ટ્રેશન બંધ તા.૧૧/૭/૨૦૨૨ બપોરે  ૩-૫૯-૫૯ કલાક સુધી,ઓકશન તા.૧૧/૭/૨૦૨૨ના બપોરના ૪ કલાક થી શરૂ થશે. અને પુરૂ તા.૧૩/૭/૨૦૨૨ના બપોરે ૪ કલાક સુધી રહેશે.

        પસંદગીના  નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/  લિંક મારફતે વાહન-૪ સોફ્ટવેરમાં CN A ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી, પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લિંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, ઉપર મુજબ તારીખોમાં બીડીંગ કરવાનું રહેશે. જે અનુસાર સૌથી વધુ બીડ થયેલ નંબર, તે બીડ કરનાર અરજદારોને વાહન-૪ સોફ્ટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે. જે આ અખબાર યાદી દ્વારા જણાવવામાં આવે છે.

વધુમાં  જે વાહન માલિક દ્વારા CAN ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિક, વાહન ખરીદ છ તારીખથી ૬૦ દિવસ સુધિ હરાજીમાં ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.ઓકશન બીડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરિઝ ખૂલ્યાની તારીખ થી દિવસ-૩ (ત્રણ)માં બિડીંગ મુજબના નાણાં ઓનલાઇન ભરવાના રહેશે. તેમજ તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે અન્યથા જે-તે નંબર મળવાપત્ર રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *