સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા થી મહુવા ચાલતી માફક ટ્રાવેલ્સની સિટીરાઈડ મીની બસ માં આજ રોજ બપોર ના મહુવા થી ૧૨ વાગ્યે ઉપડેલ ત્યારે એક વૃદ્ધ વીજપડી સુધી આ બસમાં બેસીને આવ્યા ત્યારે તેનું પાકીટ આ બસમાં પડી ગયેલ જેમાં રોકડ રકમ બાર હઝાર રૂપિયા હતી એ પાકીટ આ બસના કન્ડક્ટર અનવરખાન ઇબ્રાહિમખાં પઠાણને મળતા તેણે પાકીટના મૂળ મલિક જેઠુરભાઈ પી.ભુવાને પરત કરી ઈમાનદારી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ આમ માફક ટ્રાવેલ્સના ડ્રાયવર જાવેદ પઠાણ કન્ડક્ટર અનવરખાન પઠાણે જેઠુરભાઈને પાકીટ પરત કરી માનવતા મહેકાવી. આવા માનવતાના પૂજારી જ્યાં વસે છે એ ધરતીનું ખમીર કેવું હશે એ પણ વિચાર માંગી લે તેવો વિષય છે


