Gujarat

જૂનાગઢ યુવા ભાજપ દ્વારા યોજવામાં આવી રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડ

લીમડી અને ઉનાથી સ્પર્ધકો આવ્યા
સાગર નિર્મળ
જૂનાગઢ
 જુનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ જુનાગઢ મહાનગર નાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા નાં માર્ગદર્શન હેઠળ રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેરેથોન દોડ ૨૫ સપ્ટેમ્બર રવિવારે સવારે ૫:૩૦ કલાકે બહાઉદ્દીન કોલેજથી પ્રસ્થાન કરી મોતીબાગ, સરદારબાગ થી ફરી મોતીબાગ અને ત્યાથી બહાઉદ્દીન કોલેજમાં સમાપન કરવામાં આવી હતી.
ખાસ વિશેષતા એ હતી કે લીમડી થી અને ઉના તાલુકાના પાલડી ગામથી પણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ખાસ 82 વર્ષના એક બહેન પણ સ્પર્ધામાં ભાગ લેતા જોઈ અન્ય સ્પર્ધકોમાં પણ જુસ્સો જોવા મળ્યો હતો. હતો અને 15 વર્ષથી નાની ઉમરના બાળકો પણ સ્પર્ધામાં જોડાયા હતા.
દોડમાં જોડાનારા તમામ સ્પર્ધકોને ભાજપા દ્વારા ટીસર્ટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે વિજેતા થનાર સ્પર્ધકોને ગિફ્ટ તેમજ મોમેંનટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
 મેરેથોન દોડ યુવા મોરચાના પ્રમુખ શ્રી મનન અભાણી, મહામંત્રી શ્રી વિનસ હદવાણી, અભય રીબડીયાના નૈતૃત્વ માં યોજવામાં આવી હતી.
આ મેરેથોન દોડ ને સફળ બનાવવા માટે વનરાજ સુત્રેજા, રૂષિકેશ મર્થક, તેજસ જોષી, રવિ રૈયાણી, પરાગ રાઠોડ, સંજય રૂઘાણી, અનિલ પરમાર, આકાશ દવે, પ્રિતેશ અપારનાથી, પિયુષ ગઢવી સહિતના કાર્યકરો અને મહીલા મોર્ચાના બહેનોએ જહેમત ઉઠાવી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સાગર નિર્મળ
જનતા કી જાનકારી
જૂનાગઢ

IMG_20220925_173852.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *