Gujarat

જેતપુરના જેતલસરમાં પિતા-પુત્ર પર બે શખ્સોએ લાકડીથી હુમલો કર્યો

જેતપુરના જેતલસર ગામે લઘુશંકા કરવા મુદ્દે પિતા-પુત્ર ઉપર પાડોશી શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર મારતા બંન્ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા પુત્રવધુ લઘુશંકા કરવા ગઇ હોય જેથી સાસુએ આરોપીને તે દિશામાં જવાની ના પાડતા ડખ્ખો કરી મારમાર્યો હતો જે અંગે જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી મહેશભાઇ હીરજીભાઇ વાઘેલા (ઉ.વ -22 ) જણાવ્યા અનુસાર હું મજુરી કામ કરી મારા પરીવાર નુ ગુજરાન ચલાવુ છુ ગત રોજ અમે પરિવાર સાથે ઘરે હતા ત્યારે મારા ભાભી ભાવનાબેન અમારા પડોશમા રહેતા વીજુભાઇ ચારોલીયાના ઘરની પાછળ લઘુશંકા કરવા ગયેલ હતા અને આ વખતે બાજુમાં રહેતા પ્રકાશભાઇ ભનાભાઇ ચારોલીયા પણ આ વીજુભાઇના મકાન બાજુમાં કુદરતી હાજતે જેતા હોય જેથી મારી માતાએ આ પ્રકાશને કહેલ કે, મારી વહુ તે બાજુ લઘુશંકા કરવા ગયેલ છે એટલે તુ ઘડીક ઉભો રહે તો આ પ્રકાશભાઇ કહેલ કે અહી કયા તમારા બાપનુ છે તેમ કહી જેમ ફાવે તેમ અપશબ્દો દેવા લાગેલ જેથી મેં પ્રકાશભાઇને ગાળો બોલવાની ના પાડતા આ તે ઉશ્કેરાઇ ગયેલ અને તેના ઘરેથી લાકડી લઇને આવી લાકડીનો ઘા માથા ઉપર મારેલ જેથી માથામાંથી લોહી નીકળવા લાગેલ હતું. બાદમાં પ્રકાશના કાકા મેરૂભાઇ કવાભાઇ ચારોલીયા પણ લાકડી લઇને આવીને મારા પીતાજી હીરજીભાઇ ને લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં તેને પણ ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ અમારા પરિવારના સભ્યો આવી જતા અમને છોડાવીને તાત્કાલિક 108 મારફતે સારવારમાં જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે મારામારી કરનાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *