Gujarat

શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળનાં પ્રમુખ તરીકે વિવિધ સમાજ લક્ષી કાર્યો કરેલ

ગિરગઢડા
ભરત ગંગદેવ..
પ્રીતિબહેન નિલેશભાઈ સાંગાણીનો જન્મ તા.૧૬/૦૬/૧૯૭૫ નાં રોજ જુનાગઢ ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. નાનપણથી જ કંઇક કરી બતાવવાનું સ્વપ્ન જોતા પ્રીતિબહેન બી.કોમ સુધીનો અભ્યાસ જુનાગઢ કોલેજમાં પૂર્ણ કરેલ અને જૂનાગઢ જન્મભૂમિને કર્મભૂમિ બનાવી હતી એક સામાન્ય પરિવારની આ દીકરીએ બે વર્ષ ખાનગી નોકરી કરી અને જુનાગઢનાં નિલેશભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા એક આદર્શ ગૃહણી તરીકેનું સયુંકત પરિવારમાં 20 વર્ષથી જીવન વ્યતીત કરતાની સાથે બે સંતાનની માતા તરીકેની જવાદારી સાથે સાથે જૂનાગઢ મહાનરપાલિકામાં 2009 થી 2014 અને 2014 થી 2019 સુધી સતત બે ટર્મ અને સતત દશવર્ષ સુધી નગરસેવક તરીકે રહ્યા હતા. જુનાગઢની સરદારબાગ પ્રાથમિક શાળામાં 2009 થી 2019 સુધી અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા.

શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળનાં પ્રમુખ તરીકે વિવિધ સમાજ લક્ષી કાર્યો કરેલ અને શ્રી લોહાણા મહાજન જુનાગઢ તેમજ શ્રી નેહરુપાર્ક ગરબીમંડળનાં સક્રિય સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. જૂનાગઢનાં ઇલેટ્રીનિક મીડિયામાં આગવું નામ ધરાવતા બ્લુ સ્ટાર ન્યુઝ ચેનલમાં એડિટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે.
સાંગાણી કેબલ નેટવર્ક તેમજ આઇ સોફ્ટ ટેકનોલજીનાં બિઝનેસમાં પણ તેઓનો મોટો સહયોગ રહ્યો છે તેમજ હાલ શહેર ભાજપ જુનાગઢ સક્રિય કાર્યકર પણ તેઓ છે

IMG-20220307-WA0624.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *