Gujarat

જેતપુરમાં એક કારચાલકે બેફામ ગાડી ચલાવી બે યુવાનોને કચડી નાંખ્યા

રાજકોટ
જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિને એકકાર ચાલકે કચડી નાખી હતી. કાર પૂરપાટ વેગે આવી હતી અને કારચાલકે પહેલા બે બાઇકને ટક્કર મારી હતી, બાદમાં ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિને કચડી નાખી હતી. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત બાદ એ બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. બનાવ બાદ પોલીસે કારચાલક યુવકની ધરપકડ કરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને પણ ખૂબ નુકસાન થયું છે. કારના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા. બનાવ બાદ લોકો એકઠા થયા હતા અને ઘાયલોને ૧૦૮ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ નિખિલ દિનેશભાઇ ઘેલાણી (ઉં.વ. ૨૩) અને હાર્નીસ રાજેશ કુમાર મેર (ઉં.વ. ૨૪)ને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી બાદમાં તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન નિખિલ ઘેલાણીનું મોત થયું છે. જ્યારે હાર્નીસને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ સારવારમાં મોત થયું હતું. હાલ જેતપુર પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેતપુર ખાતે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. નકલંક આશ્રમ રોડ ખાતે બેકાબૂ કારે ફૂટપાથ પર બેસેલા બે યુવાનને કચડી નાખ્યા હતા. વિધિની વક્રતા તો જુઓ કે લોકો એમ્બ્યુલન્સની રાહ જાેઈ રહ્યા હતા. એ સમયે બન્ને ઈજાગ્રસ્ત યુવાનો મોત સામે ઝઝૂમી રહ્યા હતા અને એમ્બ્યુલન્સ આવ્યા બાદ બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બન્નેનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *