જેેતપુર ખાતે વીર ચાપરાજવાળા બાપુ ની પ્રતિમા અનાવરણના દસ વર્ષ પૂર્ણથતાં જેતપુર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ તેમજ આગેવાનો તેમજ વીર ચાપરાજવાળા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનુ આયોજન કરવામા આવેલ હતું. જેમાં કાઠી ક્ષત્રીય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ શોભાયાત્રા વીર ચાપરાજ બારી પાસેથી થઈ સારણના પુલથી પસાર થઇ શહેરના રાજમાર્ગો પર ફરી ચાપરાજવાળા ચોક સુધી પહોંચી ચાપરાજબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ રેલીમાં આજુબાજુ પંથકના તમામ ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા આ રેલીની આગળ ઘોડેબાજો કરતા શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું
જેતપુરના રાજવી દરબાર મહિપાલ વાળા સહિત તમામ રાજવી પરિવારે જેયતાણી ડેલી અને વિરાણી ડેલી સમસ્ત રાજવી પરિવારે વીર ચાંપરાજ વાળા બાપુ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
આ રેલી બાદ જેતપુરનાં જીમ ખાના મેદાનમાં વીર ચાપરાજ વાળા બાપુના પ્રતિમા અનાવરણના દસ વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામે અનામી કલાકાર રાજભા ગઢવી, દેવાયત ખવડ, હરેશદાન સુરુ, શીવરાજભાઈ વાળાએ દુહા છંદોની રમઝટ બોલાવી હતી આ લોક ડાયરામાં હજારોની સંખ્યામાં લોકમેદની ઉમટી પડી હતી અને ડોમમાં જગ્યા ખૂટી પડી હતી આ લોક ડાયરામાં આવેલ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ લોકોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો એકત્રિત થયેલ તમામ રૂપિયા ધારેશ્વર સ્થિત આવેલ સૂર્ય મંદિર ખાતે નવીનકરણ માટે વાપરવામાં આવનાર છે

