પેટા
ખેડૂતોને વાડી ખેતરે પહોંચવા નદીમાંથી ચાલવું પડે છે કાયમી સમસ્યા દૂર કરવા અમરેલી શહેર ભાજપના મહામંત્રી ભરત મકવાણા
ની રજૂઆત
જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા ગામે વાડી વિસ્તારમાં અમુક શખ્સો દ્વારા પોતપોતાના ક્ષેત્રોમાં કરાયેલ વ્યાપક પેસ્ટ ગરમીને કારણે અન્ય ખેડૂતોને પોતપોતાના વાડી ખેતરે પહોંચવા માટે નદીમાંથી ચાલીને જવું પડતું હોવાની મુશ્કેલી ઊભી થઈ છે ખેડૂતોની સમસ્યા નિવારવા માટે તાત્કાલિક લાગતા વળગતા સત્તાધીશોને ખેતરોમાં કરાયેલી બેસ્ટ ગઢવી ને દૂર કરીને ખેડૂતોને મદદ કરે તે માટે મૂળ બોરડી સમઢીયાળા ગામ ના અને હાલ અમરેલી રહેતા શહેર ભાજપના મહામંત્રી ભરત મકવાણા મહેસુલ મંત્રી તેમજ કલેકટર સહિતના લાગતા વળગતા સત્તાધીશોને લેખિત રજૂઆત કરી છે
રજૂઆતમાં ભરતભાઈ મકવાણાએ જણાવ્યું છે કે રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે વિધવા મણીબેન નાનજીભાઇ મકવાણા સર્વે નં.૫૦૦ પૈ.૩૧ ની ખેતીની જમીન આવેલી છે.
આ ખેતીની જમીનમાં જવા આવવા માટે નદીમાંથી ચાલવુ પડે છે. વળી ચોમાસાનાં દિવસોમાં ખેતરે જઇ શકાતુ નથી.
બાજુમાં જ લાગુ સર્વે નં.૫૯/૫.૨ ની ખેતીની જમીન આવેલી છે. આ જમીનના ખેડૂતે મોટા પ્રમાણમાં જમીનનું દબાણ કરેલ છે. જે દબાણ ખુલ્લુ ક૨વામાં આવે તો સ૨ળતાથી ખેતરે જઇ શકાય.
આમ, રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે સર્વે નં. ૫૦૦ ૫.૩૧ ની ખેતીની જમીન માટે જવા-આવવાના રસ્તા માટે યોગ્ય કરવા રજુઆત કરનારે મહેસુલ મંત્રી, કલેક્ટર, મામલતદાર અને ટીડીઓને લેખિત રજુઆત કરી છે.


