Gujarat

જો વ્યક્તિ લોકકલ્યાણાર્થે કાર્ય કરે તો લોકો એને અવશ્ય સાથ આપે અને તો જ રાષ્ટ્ર નિર્માણની કોંક્રીટ વાતો સાર્થક થાય. બાકી લોભામણી જાહેરાતો નહીં, સીધું તડને ફડ. સાવરકુંડલાના કોંગી ધારાસભ્યનો સિમ્બોલ કે હોદ્દા વિનાનો અનોખો ચૂંટણી પ્રચાર.  સીધો લોક દરબારનો સંદેશ.!!

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આ ભીંત પર છપાયેલા શબ્દો જ એક સાચાં રાષ્ટ્ર નિર્માણનાં પ્રારંભનો અણસાર આપી જાય છે. હાલ હવે વિધાનસભાની ચૂંટણીને ખૂબ ટૂંકો સમય જ હોય તેમ સમજીને આ આક્રમક અને અસરકારક શરૂઆત ઘણું બધું કહી જાય છે. આમ તો સાવરકુંડલાની ધરતી જ શૂરવીરોની છે. એમાં પણ આતો નાવલીના ખમીર!! બસ આમ જ પ્રારંભ થશે સુવર્ણયુગનો.. આ સંદર્ભે સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો અનોખો ચૂંટણી પ્રચાર શરૂ થયો હોય તેવું વાતાવરણ જોવા મળે છે. પ્રસ્તુત ભીત સૂત્રો દ્વારા સાવરકુંડલા તાલુકાના આંબરડી અને જાબાળ ગામથી આ પ્રકાર શરૂ કરવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે અહી લખેલા ભીત સૂત્રોમાં , “”હું તમારા માટે લડયો છું હવે તમારે મારા માટે લડવાનું છે તમારો પ્રતાપ દુધાત””આ ભીતસુત્રોના પ્રચારમાં ક્યાંય પંજાનું નિશાન નથી કે ક્યાંય ધારાસભ્ય એવો શબ્દ લખેલું નથી કે કોંગ્રેસ શબ્દ લખેલો નથી કે સિમ્બોલ પણ નથી ત્યારે આ એક નવીનતમ ભીતસુત્રોના અનોખા પ્રચારથી સમગ્ર સાવરકુંડલા પંથક અને અમરેલી જિલ્લામાં ચર્ચાને ચકડોળે આ વાત શરૂ થઇ છે એવા પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે પ્રતાપ દુધાત કદાચ પંજાનો સાથ છોડી કમળનો હાથ પકડે અથવા અપક્ષ ચૂંટણી લડે. જોકે પ્રતાપ દુધાત હાલ તો આ વાતનું ખંડન કરી એવું નિવેદન આપ્યું છે કે મારે ધારાસભ્ય પણ લખવાની જરૂર નથી લોકો મને ઓળખે છે મારે પંજાનો સિમ્બોલ પણ લગાડવાની જરૂર નથી કારણકે પ્રતાપ દુધાત એટલે પંજો અને પંજો એટલે પ્રતાપ દુધાતને લોકો માટે ઘણા કામ કર્યા છે તો લોકો મને એવું પૂછતા હોય કે હું તમારા માટે ક્યાં રહ્યો છું? તો એનો પણ મારી પાસે જ જવાબ છે હું કોરોના કાળમાં ઓક્સિજન માટે, ભૂખ્યાને ભોજન માટે અને સુરતથી સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં સલામત સ્થળે વતનમાં પહોંચાડવા માટે લોકોની પડખે રહ્યો છું. તંત્ર સાથે અનેક લડાઈઓ કરી છે આ ઉપરાંત પાણીના પ્રશ્નો રોડના પ્રશ્નો અને ખેડૂતો માટે વીજળીના અનેક પ્રશ્નો માટે આંદોલનો કર્યા છે. લોકોને સાથે રાખીને રહ્યો છું તદુપરાંત તૌકતે જેવા ગંભીર વાવાઝોડાની પરિસ્થિતિમાં ગામડે ગામડે જનરેટર પહોંચાડ્યા છે અને આજ સુધી અને છેલ્લે સુધી લડતો રહ્યો છું અને લડતો રહીશ આ મારો મારા વિસ્તારના લોકોને જવાબ છે હવે આગામી સમયમાં લોકોએ મારા માટે લડવાનું છે. આમ એક અનોખી પહેચાન બનાવી હવે રણમેદાનમાં આ લડવૈયા માટે લોકોએ જ લડવાનું છે.. આમ જોતાં ચૂંટણીઓ તો આવે અને જાય પરંતુ લોકોમાં લોકપ્રિયતા મેળવી એ જ સાચી સાધના છે અને આ સૂત્રો નથી પરંતુ એક અનોખી પરંપરાના યુગનો પ્રારંભ છે.. પાર્થને કહો ચડાવે બાણ હવે યુધ્ધ એ જ કલ્યાણ..!! બીજાં શબ્દોમાં કહીએ તો આ ચૂંટણી રૂપી કુરુક્ષેત્રમાં પ્રતાપ દુધાતે એક અનોખી પહેલ કરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *