નર્મદા
ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાઈ છે. જેમાં એક ફરિયાદ બોઝદા (ઝરી) ગામના નિશાળ ફરિયામાં રહેતા શંકર ધનજીભાઈ વસાવા એ નોંધાવી છે. જેમનું કહેવું છે કે તેમના ગામના રમેશ ધનજીભાઈ વસાવા, જીતેન્દ્ર રમેશ વસાવા અને દિલીપ રમેશ વસાવા આ ત્રણેય જમીન બાબતે અમારા વિરૂદ્ધ કેમ અરજી કરે છે જે બાબતે ઝગડો કરી મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે બીજી બાજુ દિલીપ રમેશ વસાવાએ મીનાક્ષી અલ્પેશ વસાવા, સંકર ધનજી વસાવા, જીગ્નેશ શંકર આ લોકો અમારી વિરૂદ્ધમાં જમીન બાબતેની અરજી કેમ આપેલી એ બાબતે ઝગડો કરી મારામારી કરી ઈંટ વડે હુમલો કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ બંને પક્ષે સામસામે લાકડી, કપડા ધોવાનો ધોકો અને ઈંટ વડે મારામારી થતાં ૬ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જે બાબતની ફરિયાદ ડેડીયાપાડા પીએસઆઈ એ.એસ. વસાવાએ બંને પક્ષની નોંધી તપાસ હાથ ધરી છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બોઝદા(ઝરી) ગામના નિશાળ ફરિયામાં રહેતા બે પરિવારો વચ્ચે જમીન બાબતના કોઈ જૂના ઝગડામાં એક બીજા વિરૂદ્ધ અરજીઓ કરવા બાબતે ઝગડો થયો હતો. પહેલા સામાન્ય બોલાચાલી થઇ હતી અને બાદમાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લાકડીઓ અને કપડાં ધોવાના ધોકા વડે અને છુટ્ટા હાથે સામ સામે બંને પક્ષે મારામારી થઇ હતી. સમગ્ર મામલો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષો વિરૂદ્ધ સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

