Gujarat

હાલોલના ઝબણ ગામે પત્નીની વાતથી ઉશ્કેરાયેલ પતિએ સગા ભાઈને ચપ્પુ માર્યું

હાલોલ
જાંબુઘોડા તાલુકાના ઝબાણ ગામે નિશાળ ફળિયામાં રહેતા જશવંતભાઈ નાયક પરિવાર સાથે મજૂરી અર્થે કચ્છ રહેતા હતા. એક માસ પહેલા જ તેઓ પોતાના પરિવાર સાથે વતન ઝબણ ગામે પરત ફર્યા હતા. બે સંતાનોમાં મોટો પુત્ર વિક્રમ નાયક કે જે પરિણીત છે અને પોતાની પત્ની અને બાળકો સાથે અલગ રહે છે, જ્યારે નાનો પુત્ર વિશ્રામ જશવંતભાઇ સાથે રહેતો હતો. વિશ્રામ પિતા સાથે ઘરમાં હતો ત્યારે મોટાભાઈ વિક્રમની પત્ની વિક્રમ નાયકને ઠોકર વાગતા જશવંતભાઈના ઘર બહાર પડી જતા તેને ઇજાઓ થઈ હતી અને નાક તથા મોઢા ના ભાગે લોહી નીકળ્યું હતું. અને સુધાએ પોતાના ઘરે જઈ પતિ વિક્રમને જણાવ્યું હતું કે તમારા નાના ભાઈએ મને માર માર્યો એટલે હું ઇજાગ્રસ્ત થઈ અને મને લોહી નીકળ્યું. બસ આજ વાતને લઇ ગુસ્સે ભરાયેલા વિક્રમે પોતાનો જ સાગા ભાઈ કે જે તેના પિતા સાથે રહે છે તે ઘરની ઓસરીમાં સૂતો હતો ત્યાં જઈ તેને મારી પત્નીને તે શા માટે માર્યું એમ જણાવી બોલાચાલી કરી છરાના ઘા મારી દેતા નાનો ભાઈ વિશ્રામ ત્યાં જ ઢળી પડ્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ વિક્રમે ધમકી આપી નાસી છૂટ્યો હતો, છરાના ઘાથી ઢળી પડેલા પુત્રને બચાવવા પિતાએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ વિશ્રામને સારવાર મળે એ પહેલાજ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જાંબુઘોડા પોલીસને જાણ થતાં જ વિશ્રામની હત્યાના ગુનામાં તેના મોટાભાઈ અને ભાભી સુધાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પત્નીની ખોટી વાતમાં આવી જઈ ભાઈ એ જ ભાઈની હત્યા કરી નાખી હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા મૃતકના ભાભી ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા. પોલીસે ઉપર મુજબ ગુનો નોંધી આરોપીઓ તપાસ હાથ ધરી છે.જાંબુઘોડાના ઝબણ ગામે નાયક પરિવારના બે ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મોટાભાઈએ છરાના ઘા મારી નાના ભાઈની હત્યા કરી દેતા નાનકડા ગામડામાં ચકચાર મચી જવા પામી હતી.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *