Gujarat

 સો મીલ ઓનર્સ એસોશીએશન આયોજીત વિનામૂલ્‍યે રોપ વિતરણનો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
નડિયાદ સો મીલ ઓનર્સ એસોશીએશન આયોજીત વિનામૂલ્‍યે રોપ વિતરણનો કાર્યક્રમ વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઈ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેઓએ જણાવ્‍યુ હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એસોશીએશન અને ફોરેસ્‍ટ ખાતા દ્વારા વિનામૂલ્‍યે રોપ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. નડિયાદ સો મીલ એસોશીએશન છેલ્‍લા ૨૨ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરે છે અને ચાલુ વર્ષે આ ૨૩મો કાર્યક્રમ છે. સમગ્ર ગુજરાતમાં ગ્રીનેરીની દ્રષ્‍ટ્રિએ ખેડા જિલ્‍લો આગવી હરોળમાં આવે છે તેમાં આ એસોશીએશનનું પણ બહુમૂલ્‍ય યોગદાન છે. માનવ જીવનમાં વૃક્ષોનું બહુમૂલ્‍ય યોગદાન છે. ચાલુ વર્ષે ૦૫ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવે તો સમગ્ર જિલ્‍લો હરીયાળો થઇ શકે. વૃક્ષો દ્વારા કુદરતી ઓક્સિજન ભરપુર પ્રમાણમાં મળી રહે છે. પુરાણોમાં પણ વૃક્ષો, નક્ષત્રો, રાશીઓનો ઉલ્‍લેખ છે. વૃક્ષો માનવ જીવન પર હકારાત્‍મક અસર છોડે છે. વૃક્ષોનું માનવજીવનમાં સામાજીક, ધાર્મિક, સાંસ્‍કૃતિક અને આર્થિક દ્રષ્‍ટ્રિએ ખુબ જ મોટુ યોગદાન છે. ખેડૂતોને જેટલા જલદી ઉછળે તેવા વૃક્ષો મળશે તો તેઓ હોંશે હોંશે તેનો ઉછેર કરશે. આવનારા સમયમાં નડિયાદમાં પણ જયાં જયાં વૃક્ષોનો ઉછેર કરવાની શકયતાઓ છે તેવી જગ્‍યાઓએ તેમજ સોસાયટીઓમાં પણ વૃક્ષો ઉછેરી તેનું જતન કરવાનું આયોજન છે. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, આ અગાઉના ૨૨ વર્ષો દરમ્યાન ૬૩ લાખથી વધુ રોપાઓનું વિતરણ નડિયાદ સો મીલ એસોશીએશન દ્વારા કરવામાં આવ્યું છે જે અન્ય જિલ્લા માટે પ્રેરણારૂપ અને આપણા જિલ્લા માટે આર્શીવાદરૂપ છે. અંતમાં તેઓએ જણાવ્‍યું હતું કે, “ગ્રીન નડિયાદ, કલીન નડિયાદ”ના સૂત્રને સાર્થક કરીએ.
જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેએ જણાવ્‍યું હતું કે, મીશન ગ્રીન નડિયાદ અન્‍વયે નડિયાદના બધા જ સમાજના આગેવાનો દ્વારા ખુબ જ સુંદર સહયોગ મળી રહયો છે. ખૂબજ ટુંકા ગાળામાં નડિયાદમાં અંદાજે ૫૦ હજારથી વધુ રોપાઓનું વિતરણ થઇ ગયું છે અને તેને રોપવામાં આવ્‍યા છે. આ કામમાં ધાર્મિક સંસ્‍થાઓ પણ જોડાઇ છે. આવનારા વર્ષોમાં નડિયાદ શહેર ગ્રીનેરીની દ્રષ્‍ટ્રિએ સમગ્ર ગુજરાતનું રોલ મોડેલ બનશે તેવી અપેક્ષા છે. આવો આપણે દરેક આપણા ઘર પાસે કે જયાં વૃક્ષ ઉછળી શકે તેવી જગ્‍યાએ વૃક્ષારોપણ કરીને આપણે સમાજ પ્રત્‍યેનું આપણું દાયિત્‍વ નિભાવીએ.
ખેડા જિલ્‍લા વન અધિકારી કરુપ્‍પાસ્‍વામીએ  જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લો ગુજરાતમાં હરીયાળી ક્રાંતિમાં આગળ છે. છેલ્‍લા ૨૨ વર્ષથી ચાલી રહેલ વૃક્ષ ઉછેરનો કાર્યક્રમ હજુ વધુ ચાલુ રહેશે અને વૃક્ષ ઉછેરમાં ખેડા જિલ્‍લો સમગ્ર રાજયમાં ગુજરાતમાં અગ્રેસર રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું અને આ કાર્યક્રમમાં સિંહ ફાળો આપવા બદલ નડિયાદ સો મીલ એસોશીએશનનો ખુબ ખુબ આભાર માન્‍યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત ટીમ્બર મર્ચન્‍ટ ફેડરેશનના પ્રમુખ રવીન્દ્રભાઈએ સૌનું સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જયારે નડિયાદ સો મીલના  મનસુખભાઇએ સો મીલ એસોશીએશન દ્વારા કરવામાં આવેલી કામગીરીની જાણકારી આપી હતી.
કાર્યક્રમના અંતે મહાનુભાવો તરફથી કાર્યક્રમના સ્‍થળે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું

IMG-20220715-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *