Gujarat

તાલુકાના ચિતલીયા ગામે ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર અને વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જલ પ્લાવિત વિસ્તાર વ્યવસ્થાપન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું   

જસદણના ચિતલીયા ગામે ગુજરાત ઇકોલોજી કમિશનર કમિશનર ગાંધીનગર અને વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચોટીલા સ્થિત સંસ્થા શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા આ તાલીમ અંગે ચીતલીયા ગ્રામજનોને જળપ્લાવિત વિસ્તાર અને તેના સંરક્ષણ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. ગ્રામજનો હોંશભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા અને ગામમાં અને નજીકના જળાશયોમાં પાણી દૂષિત ન થાય અને સંરક્ષણ થાય તે માટેના પ્રયાસો કરવા પ્રતિજ્ઞા લીધી હતી અને આ પ્રકારના કાર્યક્રમ સરકારશ્રી દ્વારા દર વર્ષે યોજવામાં આવે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. સંસ્થાના પ્રતિનિધિ તરીકે ટ્રેનર શ્રી અશ્વિન જોશી, શ્રી હસમુખ ચૌહાણ, શ્રી રાજેશ ચૌહાણ, શ્રી નેહલ મોદી,  શ્રી અનિલ મંડાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચીતલીયા ગામના  સરપંચશ્રી જયંતીભાઈ રોજાસરાને   પુરસ્કાર આપી  સન્માનિત કરવામાં આવ્યા તેમજ આ સંસ્થાના વડા શ્રી જીતેન્દ્ર મીઠાપરા દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે વિડિયો ફિલ્મ, શોર્ટ ફિલ્મ પ્રેઝન્ટેશન તથા સફળ વાર્તાના માધ્યમથી વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ચિતલીયા ગામના આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
✍🏻 ભુપત મહારાજ જનતા કી જાનકારી ન્યુઝ જસદણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *