ગુજરાત રાજયમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો તા.૧૨.૯.૨૨ થી તા.૧૬.૯.૨૨ યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.
રાજયના રમત, ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા celebrating unity through sports થીમ અન્વયે તા.૧૨.૯.૨૨ થી તા.૧૬.૯.૨૨ દરમિયાન આગામી તા.૨૯.૯.૨૨થી તા.૧૨.૧૦.૨૨ દરમિયાન યોજાનારા નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અન્વયેના કાર્યક્રમો સમગ્ર રાજયમાં ઉજવાશે. જેથી ગુજરાતના શાળા, કેલેજો, યુનિવર્સિટીના વિધાર્થીઓ- યુવાનોમાં રમતગમતની પ્રવૃતિઓમાં જાગૃતિ કેળવાઇ અને તેઓની વિશાળ ભાગીદારી પણ બને.
આ નેશનલ ગેમ્સમાં ૩૬ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૭૦૦૦થી પણ વધુ રમતીવીરો ૩૬ વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું હુન્ન્રર ઝળકાવશે. આ સ્પર્ધા ગુજરાતના ૬ શહેરો અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર ખાતે યોજાશે.
