વલસાડ
વલસાડ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સંઘ પ્રદેશ દમણથી આઈસર ટેમ્પો નંબર જીજે ૦૪ એટી ૮૫૨૪ના અંદર દવાના બોક્ષની આડમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો છે. જેને લઈ એલસીબી પોલીસની ટીમ દ્વારા નેશનલ હાઇવે ૪૮ પર પીરૂ ફળિયા નજીક વોચ રાખી હતી. આ દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા એલસીબી પોલીસ દ્વારા ટેમ્પાને ઉભો રાખી અંદર તપાસ કરતા ઈંગ્લીશ બનાવટની દારૂની બોટલના કુલ ૧૧૯ બોક્ષ જેની કિંમત ૭ લાખ સહિત ૧૨ લાખનો દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાલકની ધરપકડ કરી દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ કુલ રૂપિયા ૨૬.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ રૂલર પોલીસને સોંપી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો દ્વારા અવનવી રીતે રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે વલસાડ એલસીબી પોલીસ દ્વારા ગુજરાતમાં ટેમ્પોમાં દવાની આડમાં લાવવામાં આવતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૭ લાખથી વધુની કિંમતનો દરૂનો જથ્થો જપ્ત કરી ચાલકની ધરપકડ કરી છે.
