Gujarat

દિલ્હીના વેપારીએ રાજકોટના વેપારી સાથે ૧.૩૪ લાખની છેતરપિંડી આચરી

રાજકોટ
રાજકોટ શહેરમાં નોંધાયેલા અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજકોટ પોલીસ કમિશનર રજુ ભાર્ગવ દ્વારા શહેર પોલીસને સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૨૦૧૬થી જમીન કૌભાંડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની મહેસાણા થી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલ ચોક્કસ બાતમી આધારે છેલ્લા ૭ વર્ષથી ફરાર આરોપી અંકીત નીતિનભાઈ દલાલને મહેસાણાથી પકડી પાડી માલવીયાનગર પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ માલવીયાનગર પોલીસે આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં લઇ જવા કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેસકોર્ષ રીંગ રોડ પર આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નવી બની રહેલી ધ નીલ સંજયરાજ હોટેલની સાઇટ પર ચોરીનો બનાવ સામે આવ્યો છે. હોટેલની બાંધકામ સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં નારાયણનગર-૨ માં રહેતાં પરેશ અશોકભાઇ ચૌહાણ (ઉ.વ.૨૨) નામના યુવાને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બાંધકામ સાઇટ પર કોપરના ત્રણ પટ્ટી રોલ અર્થીંગના કામ માટે રાખ્યાછ હતાં. આ કોપર રોલનું અંદાજીત વજન ૧૨૩.૯૦૦ કિ.ગ્રા. હતું અને તેની કિમત રૂ. ૧,૧૦,૪૪૨ જેટલી થાય છે જે છેલ્લા બે દિવસમાં ચોરી થયાની જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ શિવમ પાર્ક ખાતે રહેતા ૨૬ વર્ષીય પરિણીતાએ એસિડ પી લેતા આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત તારીખ ૧૭ જુલાઈના રોજ હીનાબેન ગોહેલ (ઉ.વ.૨૬) એ પોતાના ઘરે એસિડ પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનું મોત નીપજ્યું છે જેની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા આજીડેમ પોલીસ ને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પરિવારના નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ શહેર એસઓજી પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ભાસ્કર ઉર્ફે ભાખો વૈઠાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ભાસ્કર ઉર્ફે ભાખો વર્ષ ૨૦૧૯માં ભક્તિનગર પોલીસ સ્ટેશન અને વર્ષ ૨૦૨૧માં ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થામાં ચાર વર્ષથી નાસ્તો ફરતો હતો જેની એસઓજી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુધ્ધ અગાઉ ૧૫ જેટલા પ્રોહીબીશનના ગુના નોંધાઇ ચુક્યા છે અને બે વખત પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. આજે વધુ બે ગુનામાં ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટના વેપારી સાથે દિલ્લીના વેપારીએ ૧.૩૪ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. રાજકોટના વેપારી જગદીશભાઇ ઠક્કરે દિલ્લીના વેપારી નિરંજન પાસેથી સેન્ડવીચ મશીનની ખરીદી કરી હતી જે ખરાબ નીકળ્યા હતા જે બાદ ફરી દિલ્લીના વેપારીનો સંપર્ક કર્યો હતો જેને મશીન પરત મોકલી આપવા કહ્યું હતું અને રૂપિયા પરત મળી જશે તેવું જણાવ્યું હતું જાે કે હજુ સુધી રૂપિયા પરત ન મળતા રાજકોટના વેપારીએ દિલ્લીના વેપારી નિરંજન વિરુધ્ધ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે દિલ્લીના વેપારી સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *