Gujarat

કલોલની પરિણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ
જૂનાગઢના ટીંબાવાડીની યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૮માં કલોલ ખાતે રહેતાં યુવક સાથે સમાજના રિતરિવાજ મુજબ થયા હતા. લગ્નની શરૂઆતમાં સાસરિયા અને પતિ પરિણીતાને સારી રીતે રાખતા હતા. આ દરમિયાન પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પતિ સહિત સાસરિયાઓએ પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને કહ્યું હતું કે, ‘અમારે ડુપ્લેક્ષ લેવું છે, તું પિયરમાંથી ૧૦ લાખ લઇ આવ.’ જાેકે, પરિણીતાએ આ વાતનો ઇનકાર કરતા સાસરિયાઓએ માનસિક અને શારિરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પરિણીતાને સાસરિયાઓએ પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકી હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જૂનાગઢમાં રહેતી એક પરિણીતાને ગાંધીનગરના કલોલમાં રહેતા સાસરિયાઓએ દહેજ બાબતે ત્રાસ આરી ઘરેથી કાઢી મૂકતા પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *