Gujarat

દુબઈમાં રહેતા પતિને ઈન્ડિયન એમ્બેસીને કસ્ટડીમાં લેવાનો નિર્દેશ આપ્યો

અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૧૫માં ભરણપોષણના કિસ્સા અંતર્ગત પત્નીને મહિને ૨૫ હજાર અને પુત્ર માટે ૧૦ હજારની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો, જાેકે તેનું યોગ્ય રીતે પાલન ન થયું હતું જેને લઇને પત્નીએ કોર્ટના આદેશના તિરસ્કારની અરજી દાખલ કરી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટ ૩૦ નવેમ્બર ૨૦૨૧ના રોજ પતિ સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું. તેમ છતાં નિર્ધારિત સુનવણીની તારીખે પતિ હાજર ન રહેતા કોર્ટે પ્રતિવાદી પછી તેની કસ્ટડી મેળવીને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. અરજદાર પત્ની અને પતિના લગ્ન વર્ષ ૧૯૯૫માં થયા હતા. તે બાદ પતિ વર્ષ ૧૯૯૭માં દુબઈ ગયો હતો. પત્ની પણ વર્ષ ૨૦૦૫માં પતિ સાથે દુબઈ ગઈ હતી. જાેકે બન્ને વચ્ચે સબંધ વણસી જતા એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. જેને લઇને પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટેનો દાવો કર્યો હતો. જાેકે ફેમિલી કોર્ટે નક્કી કરેલી ભરણપોષણની રકમને વધારવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટ વર્ષ ૨૦૧૫માં પત્ની તરફેણમાં આદેશ કર્યો હતો. આ મામલે આગામી ૨૮ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા એક રસપ્રદ કિસ્સામાં દુબઈમાં સ્થિત ભારતીય દૂતાવાસને પતિની કસ્ટડી મેળવી કોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૧૫માં પત્નીને ભરણપોષણની રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો હતો. પરંતુ જેનું પાલન ન થતાં પત્નીએ પતિ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી. અગાઉ પણ કોર્ટે પતિની વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઈસ્યુ કરાયું હતું, પરંતુ તેમ છતાં પતિ હાજર ન રહેતા કોર્ટે નારાજગી દર્શાવતા ભારતીય દૂતાવાસને આ મહત્વનો નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *