દ્વારકા
દ્વારકાના રેલવે સ્ટેશન નજીક સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રાત્રિના સમયે પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા આ યુવાનનું મૃત્યુ થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો આ મૃતદેહ હાલ જામનગરના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ યુવાનના વાલી-વારસની રેલવે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ યુવાનના પરિવારજનોએ દ્વારકા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ બી.આર. નંદાણીયાના મોબાઈલ નંબર ૯૭૨૪૩ ૨૫૪૦૨ અથવા જામનગર રેલવે પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૮-૨૭૫૫૨૫૬ ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.


