Gujarat

તાલાલા નગરપાલિકા હાઈસ્કૂલ માં શિક્ષક તરીકે ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી અંગ્રેજી ભાષા નું શિક્ષણ આપી હાલમાં સુખદ નિવૃત્ત જીવન પસાર કરી રહેલા  કે. ડી. ફાટક સાહેબ

 ગિરગઢડા
ભરત ગંગદેવ
તાલાલા નગરપાલિકા હાઈસ્કૂલ માં શિક્ષક તરીકે ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી અંગ્રેજી ભાષા નું શિક્ષણ આપી હાલમાં સુખદ નિવૃત્ત જીવન પસાર કરી રહેલા  કે. ડી. ફાટક સાહેબ  તથા તેમના ધર્મપત્ની શ્રીમતી. રશ્મિબેન ફાટક અને હાલમાં બોરવાવ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તેમના સુપુત્ર ડૉ.સિધ્ધાર્થભાઈ ફાટક  પાસે આશરે ૨૫૧ જેટલા વિવિધ પ્રકારના પુસ્તકો નો વૈવિધ્યપૂર્ણ ખજાનો છે
   તેમની ઈચ્છા હતી કે આ પુસ્તકો માત્ર તેમના પોતાના પરિવાર નહીં પણ સમાજ ના તમામ નાની મોટી ઉંમરના લોકો વાંચે…
તેમના શબ્દો માં કહીયે તો “પુસ્તકો સાચાં મિત્રો છે”
   આથી તાલાલા તાલુકા ની આંબળાશ ગ્રામ પંચાયત દ્વારા ૧૪મી ફેબ્રુઆરી ના રોજ શરૂ કરવામાં આવેલ *સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય* માં તેઓએ પોતાનાં ૨૫૧ (બસ્સો એકાવન) જેટલા વિવિધ પ્રકારના પુસ્તકો અર્પણ કરવાં રજુઆત કરી… જેથી આંબળાશ ગ્રામ પંચાયત સરપંચ તથા સભ્યો ના પ્રતિનિધિશ્રીઓ તેમના નિવાસસ્થાને રૂબરૂ મળી આ ૨૫૧ થી પણ વધુ પુસ્તકો નો આંબળાશ ગામ ના આબાલવૃદ્ધ સૌ કોઈ ને વાંચન નો શોખ વધારવા અને જીવન માં ઉપયોગી જ્ઞાન માં વધારો કરવા માટે સહર્ષ સ્વીકારી *ફાટક પરીવાર* નો ખુબ ખુબ આભાર માન્યો…
સમાજને આવા વડીલો ના પ્રેરણાદાયી કાર્યો થી શીખ લેવી જોઈએ…
કોઈએ કહ્યું છે કે જ્ઞાન વહેંચો એટલું વધે…
આ સુત્ર સાર્થક કર્યું છે….

IMG-20220326-WA0092.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *