નડિયાદ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મહાવીર? સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરવામાં આવી છે. નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા કોરોનાના બે વર્ષ બાદ આ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. આ નિમિત્તે શોભાયાત્રાનુ પણ આયોજન થયું હતું. જેમા જૈન સમાજના લોકો જાેડાયા હતા. મહાવીર સ્વામીની ૨૬૨૦મો જન્મકલ્યાણક મહોત્સવ ?ઉજવાયો છે. નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના મુખ્ય જૈન દેરાસર એવા અજીતનાથ જૈન દેરાસરથી વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળી હતી. જે કંથારીયા ચકલા, ડભાણ ભાગોળ, અમદાવાદી બજાર, ભાવસાર વાડ, સોની બજાર થઈને સમડી ચકલા થઈને પરત અજિતનાથ જૈન દેરાસરે આવી હતી. મુનિરાજ સાધુરત્ન વિ.મ.સા તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં આ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી હતી. આ ઉપરાંત આયંબિલની ઓળીની કઠોર આરાધના કરાવવા તાજેતરમાં નડિયાદ ખાતે આવી પહોચેલા ૫૫ સાધુ, સાધ્વી તથા બાળ મૂનિ મહારાજ સાહેબ આ શોભાયાત્રામાં જાેડાયા હતા. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા. આ સાથે સાથે જૈન સોશ્યલ ગ્રુપ નડિયાદ તથા આ ગ્રુપની મહિલા ઘટક સંગીની ગ્રુપ દ્વારા નગરના અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને આહાર આપવામાં આવ્યો હતો. જેમાં પશુઓને લાપસી તથા પશુ આહાર આપવામાં આવ્યો હતો. આમ કોરોનાના બે વર્ષ બાદ આ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે.


