મકસુદ કારીગર,કઠલાલ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર ના આદેશ અન્વયે નિયામકશ્રી આયુષ ગુજરાત રાજ્ય ના માર્ગદર્શન થી સરકારી આયુર્વેદ હોસ્પિટલ પીપળાતા, તા.નડિયાદ, જિ.ખેડા દ્વારા તા.૧૬/૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ સંતરામ મંદિર પરિસર નડિયાદ ખાતે નિઃશુલ્ક આયુષ મેગા નિદાન- સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ માં ૧.પંચકર્મ ઓ.પી.ડી. વૈદ્ય જે.કે.શેલિયા અને વૈદ્ય રાજ્ઞેશ દેસાઈ પીપળાતા હોસ્પિટલ ૨.આયુર્વેદ ઓ.પી.ડી.- વૈદ્ય હિતેશ પટેલ મે.ઓ. સોડપુર ૩.ડાયાબીટીસ ઓ.પી.ડી.- વૈદ્ય શ્રધ્ધા ત્રિવેદી મે.ઓ. સિવિલ ઓ.પી.ડી. ૪.સ્ત્રી રોગ અને બાલરોગ વૈદ્ય શીતલ પરમાર મે.ઓ. રામોલ.૫. ત્વચા રોગ અને પ્રકૃતિ પરીક્ષણ – વૈદ્ય શ્રીદત્ત ત્રિવેદી મે.ઓ. ડભાણ
૬.અગ્નિકર્મ ઓ.પી.ડી. વૈદ્ય કૃપા જોષી મે.ઓ. માંકવા અને વૈદ્ય શીતલ પરમાર મે.ઓ. રામોલ ૭. દંતરોગ ઓ.પી.ડી. વૈદ્ય નિતિન નાયક મે.ઓ. શ્રીમતી મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ અસારવા જિ.અમદાવાદ ૮. હોમીઓપેથીક ઓ.પી.ડી. ડો.હિરેન જોષી મે.ઓ. પીપળાતા હોસ્પિટલ, ડો. પ્રફુલ ઉપાધ્યાય મે.ઓ. સિવિલ ઓ.પી.ડી., ડો.રમેશભાઈ પરમાર મે.ઓ. વલેટવા એ ચિકિત્સક તરીકે સેવાઓ આપી.
ધીરજભાઈ, પઠાણ ભાઈ, શ્વેતાબેન પીપળાતા એ કેસ પેપર અને મગનભાઈ બારિયા કમ્પાઉન્ડર એ દવા વિતરણ કામગીરી કરી તેમજ વૈદ્ય કૃપા જોષી એ ૧૨ વર્ષ સુધી ના બાળકો ને સુવર્ણ પ્રાશન કરાવ્યું.તથા અમૃતપેય ( ઉકાળા) સંશમની વટી અને આર્સેનિકમ આલ્બમ નું પણ વિતરણ કરવામાં આવ્યું. આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ માં આયુર્વેદ સારવાર લાભાર્થી – ૪૨૫, હોમિયોપેથીક સારવાર લાભાર્થી- ૧૯૬, અગ્નિ કર્મ લાભાર્થી – ૧૬૮ ,આયુષ પ્રદર્શન લાભાર્થી – ૧૫૦૦,દંતરોગ લાભાર્થી – ૬૪ ,જાલંધર બંધ થી દંતોત્પાટન – ૧૫,સુવર્ણ પ્રાશન લાભાર્થી – ૩૨,પ્રકૃતિ પરીક્ષણ લાભાર્થી – ૩૮,અમૃતપેય( ઉકાળા) સંશમની વટીઅને આર્સેનિકમ આલ્બમ ના કુલ લાભાર્થી – ૯૫૨ ઓએ લાભ મેળવ્યો હતો


