Gujarat

નર્મદા જિલ્લા ના તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક ખેતી ના પ્રચાર માટે ખેડૂતો માટે તાલીમ સંમેલન કાર્યક્રમ યોજાયો

સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને જમીનના પ્રદૂષણને રોકવા ખેડૂતોની તાલીમ વર્ગ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો
ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગર ના માર્ગદર્શન અનુસાર પ્રોજેક્ટર દ્વારા આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક ખેતી કરવા માટેની વિડિયો ફિલ્મ બનાવવામાં આવી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે કાર્યકર્તા ગોપાલભાઈ મિસ્ત્રીએ તેમના અનુભવો અને ખેતી થિ થતા લાભો વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં સૌ ખેડૂત આગેવાનોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રતિજ્ઞા લીધી ગુજરાતે ઇકોલોજી કમિશન તરફથી આત્મા પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવા આવેલી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તાલીમમાં ભાગ લીધો

IMG-20220804-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *