ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સર્કલનાં પો.ઈન્સ. એસ.બી.વસાવા નાઓના સંકલનમા રહી જીલ્લામાં ચાલતી ગે.કા પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે આજરોજ નસવાડી પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં વહેલી સવારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ઈક્કો ગાડી રજી.નં.GJ-34-H-2877 માં બોનેટના અંદરના ભાગે ઈંગ્લીશદારૂ ભરીને કવાંટ તરફથી નસવાડી તરફ આવે છે તેવી બાતમી હકીકત આધારે મોજે વધાચ ગામેથી એક સફેદ કલરની ઇકકો ગાડી રજી.નં.GJ-34-H-2877 ના ચાલકને કુલ કિંમત રૂપીયા ૪,૮૫,૪૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા સારૂ ચક્રગતીમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

