ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સર્કલનાં પો.ઈન્સ. એસ.બી.વસાવા નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.ક‚ પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ સ્ટેશનનાં પોલીસ સબઈન્સ. સી.ડી.પટેલ તથા પો.સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ.ઈન્સ. સી.ડી.પટેલ નાઓને બાતમી હકીક્ત મળેલ કે મોજે નસવાડી ટાઉનમાં રહેતા ઈરફાનભાઈ ઉર્ફે ઈલ્ફ રઝાકભાઈ મેમણનાઓ પોતાના રહેણાંક મકાનમાં આર્થીક લાભ માટે માણસો બેસાડી પત્તા પાના પૈસા વડે જુગારની હાર જીતનો જુગાર રમી રમાડે છે અને જુગારનો અડ્ડો ચલાવે છે તેવી ચોક્કસ બાતમી હકીક્ત આધારે આજરોજ તા.૦૪/૦૯/૨૦૨૨ ના રોજ ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતો પૈસા તથા ગંજીપત્તાના પાના વડે જુગાર રમતાં કુલ-૦૪ જુગારીઓને રોકડા રૂપિયા-૧૩,૯૨૦/- તથા મોબાઇલ નંગ.૦૪ ની કિ.રૂ.૧૧,૦૦૦/- કુલ કિંમત રૂપિયા-૨૪,૯૨૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી જુગારધારા કલમ-૪,૫ મુજબનો ગુન્હો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

