ગિરગઢડા
ભરત ગંગદેવ..
દસ મહિના પહેલા તોકતે વાવાઝોડા એ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના મોટાભાગ ના વિસ્તાર માં તબાહી સર્જી હતી… ૧૭ મે ની રાત્રે જોરદાર પવન , વરસાદ વીજળી કડાકા ભડાકા અને માનસિક ત્રાસ સાથે લોકો એ રાત કાઢી એની કલ્પના ના કરી શકાય તેવું પુંજાભાઈ વંશ દ્વારા જણાવવામાં આવેલ… એ રાત પછી સવાર માં દ્ર્શ્યો જોયા તો ચારે તરફ નુકસાની ની ભરપાઈ ના થઈ શકે તેટલું નુકસાન થયેલ… મકાન , વાડાઓ , ઝૂંપડાઓ , બાગ – બગીચા ખેડૂત ના તૈયાર પાક સંપૂર્ણ નષ્ટ થયેલ સૌથી વધારે અસરગ્રસ્ત ઉના ગીરગઢડા , રાજુલા જાફરાબાદ તાલુકા ના વિસ્તાર ને થયેલ , કુદરતી આપત હતી રોકી ના શકાય પરંતુ પુનર્વસન કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિયમ ની જોગવાઈ મુજબ યોગ્ય પગલાં તાકીદે ભરવા જોઇએ …
કેશ ડોલ્સ ની ચુકવણી કરવામાં આવી સૈયદ રાજપરા માં એક પરિવાર ને ૭ દિવસ નું ચુકવણી કરવામાં આવી અન્ય ને ૩ દિવસ ને , ૪ આખા ગામ ને ચુકવણું કરવામાં આવ્યું જ્યારે અન્ય ગામોમાં ૫-૨૫ પરિવાર ને ચુકવવામાં આવ્યું આ કેવો ન્યયાં, સહાય વળતર માં વિસંગતતા કેમ ??
સંપૂર્ણ મકાન ધરાશયી થાય તો ૯૫૧૦૦ અને થોડું ઘણું નુકસાન હોય તો ૨૫૦૦૦ ચૂકવવા ના હોય છે , પરંતુ જેમનું મકાન પાકું છે નુકસાન નથી તેવા લોકો ને ૯૫૧૦૦ ની સહાય ચૂકવવા માં આવી છે અને જેમને મકાન કાચું છે સંપૂર્ણ ધરાશયી થયું તેમને ૨૫૦૦૦ ચૂકવ્યા અથવા તો નથી પણ આપવામાં આવ્યા…. જરૂરિયાત જેને છે એ વળતર માં બાકી રહી ગયા અને જેમને જરૂરિયાત નથી એમને મળી ગયા… પરંતુ જેને ખરેખર નુકસાન છે તેમને તો વળતર સરકારે આપવું જ જોઈએ…
જંગલ માં નેશ વિસ્તાર ની વાત કરીએ તો નેશ માં પાકા મકાન નથી , જંગલ ખાતાની મંજૂરી નથી પાકા મકાન બનાવવા , નળિયા , લોખંડ સિમેન્ટ ના પતરા થી બનાવેલ હોય છે અને આજ ની તારીખે પણ આજ સ્થિતિ છે , નેશ માં ૫ જણ ને ૨૫૦૦૦ ચૂકવ્યા , બે જણ ને ૫૦૦૦ ચૂકવ્યા અન્ય ને કઈ નહિ , નેશ માં સરખા કાચા ઝૂપડા છે , એક ને ઘી ને બીજા ને તેલ આ વહીવટી તંત્ર દ્વારા આ રીતે વળતર ચૂકવવામાં આવ્યું ?? આવું કેમ ??
દરેક નેશ ના પરિવાર ને સરખી સહાય ચુકવવામાં આવે , કોઈ પરિવાર બાકી ના રહે તે પુંજાભાઈ વંશ દ્વારા માંગણી કરવામાં આવેલ….
વાવાઝોડા માં વીજ પોલ ધરાશયી થયેલ આજે દસ મહિના વીતવા છતાં ઉના – ગીરગઢડા ના ૧૩ ખેડૂત ને કનેક્શન નથી મળ્યા ,એમના લીધે શિયાળુ ઉનાળુ પાક અને તેમના પશુ નું શું ??
દરિયા કાંઠા વિસ્તાર માં માછીમાર ભાઈઓ ને થયેલ નુકશાન , બોટ ,નાની હોડી વગેરે માં પણ તપાસ કરી યોગ્ય વળતર ચૂકવવું જોઈએ….
કેશ ડોલ્સ ચુકવણી , મકાન સહાય , નેશ વિસ્તાર , વીજળી ના પ્રશ્નો બાબતે વારંવાર સ્થાનિક કક્ષા એ રજૂઆતો , ત્યાર ના મુખ્યમંત્રી ને ૨ વાર રૂબરૂ મુલાકાત , હાલ ના મુખ્યમંત્રી ને રૂબરૂ મુલાકાત કરી ઉપર ની પરિસ્થિત અને સહાય ની વિસંગતતાઓ વિશે જાણ કરી પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા આ પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં નથી આવેલ તેથી ઉના ગીરગઢડા અને રાજુલા જાફરાબાદ લોકો હજુ પણ સરકારી કચેરી ના ધક્કા ખાય છે ,
સરકારે તાકીદે પગલાં ભરી તપાસ કરી ને બાકી રહેલ ને સહાય ચૂકવવી જોઈએ એવી ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દ્વારા માંગણી કરવામાં આવેલ… જોઈએ છે હવે સરકાર પગલાં લે છે કે નહિ… વિપક્ષ ના ધારાસભ્ય ના નાતે પુંજાભાઈ વંશ દ્વારા સરકાર સુધી વાત પહોંચાડી , ગૃહ માં વાત રાખી હવે સરકાર નું કામ છે પ્રશ્ન નું નિરાકરણ લાવવું …


