આથી ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે કે, નાફેડ દ્વારા ઈન્ડીયાગ્રો મારફતે ડુંગળીની ખરીદી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં ડુંગળીની ગુણવતા જોઈને પસંદગી કરવામાં આવશે.તો ડુંગળી વેચવા માંગતા ખેડૂતોએ ઈન્ડીયાગ્રોનો શિવ વાડી, નેસવડ ગામ સ્મશાન રોડ, તાલુકા મહુવા – ૩૬૪૨૯૦ જિ.ભાવનગર, મો. ૯૦૯૯૭૩૩૧૧૧/૯૮૫૯૮૩૩૧૧૧ પર સંપર્ક કરવાનો રહેશે તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
