ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતી નેસ્ટ નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહિ કરવા સારૂ જિલ્લાના તમામ શાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે
રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જેથી આજરોજ શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી હક્તિ આધારે આજરોજ શ્રી જે.કે.પટેલ પોલીસ ઇન્સ્પેકેટર ઝોઝ પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ માણસો સાથે રીછવેલ ગામે ઘરની સામે આવેલ મકાઇના વાવેતર વાળા ખેત૨મા તાડના ઝાડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૩૩૬ જેની કુલ કિંમત રૂપિયા
૪૨,૭૨૦/-મુદામાલ સાથે ગણનાપાત્ર ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આરોપી પકડવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
*રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર*


